________________
૧-૧૬]
વક્રોક્તિજીવિત ૩૫ સમજૂતી પૂરી થઈ. હવે એ વ્યાખ્યામાંના બીજા શબ્દ “હિતની સમજૂતી આપવા માટે એમના સાહિત્યને વિગતે વિચાર કરે છે.
શબ્દ અને અર્થ તે હમેશાં ભેગા જ જ્ઞાનને વિષય બનતા હોય છે તે એ જ બંને ભેગા (દિત) હેય છે, એમ કહીને નવું શું કહેવું છે?
(પૂર્વપક્ષ કહે છે.) શબ્દ અને અર્થ તે સદા ભેગા જ જ્ઞાનને વિષય બનતા હોય છે. તે પછી એ બંને ભેગા' – સહિત એમ કહીને તમે નવું શું કહો છો? એથી કશું જ નવું નીપજતું નથી. કેવળ પિષ્ટપેષણ થાય છે. સિદ્ધ વસ્તુ જ પુરવાર કરવા જેવું થાય છે. શબ્દ અને અર્થ તે સ્વભાવથી જ ભેગા રહેતા હોય છે, તે કયે બુદ્ધિશાળી માણસ એ જ વાત ફરી કહેવાની નકામી તરખડમાં પડે? (ઉત્તરપક્ષ કહે છે :) તમારી વાત સાચી છે. પણ અહીં જે સાહિત્યની વાત કરી છે તે શબ્દ અને અર્થના નિત્યસંબંધરૂપ સાહિત્યની નથી કરી. કારણ, “સાહિત્ય’ શબ્દથી એ નિત્યસંબંધની વાત કરીએ તે તે વ્યાકરણનાં કષ્ટકલ્પનાથી રચેલાં ગાળ્યુટ વગેરે વાક્યો તેમ જ ગાડાવાળાનાં અસંબદ્ધ વચને પણ સાહિત્ય ગણાઈ જાય. અને તેમ કરીએ તે વ્યાકરણ, મીમાંસા અને ન્યાય કરતાં જુદું સાહિત્ય નામનું કઈ શાસ્ત્ર જ ન હોઈ શકે. અહીં પૂર્વપક્ષ કહે છે કે વ્યાકરણ વગેરે શાસ્ત્રોથી જુદું સાહિત્યશાસ્ત્ર પણ જાણીતું જ છે, તેની જ વાત ફરી કરવાથી પુનરુક્તિ કેમ ન થાય? એને જવાબ એ છે કે અહીં અમે જેને સાહિત્ય કહીએ છીએ તે, આજ સુધીના લાંબા સમય સુધી કેવળ “સાહિત્ય' શબ્દમાત્રથી જ ઓળખાતું રહ્યું છે. પણ કવિકર્મકૌશલની પરાકાષ્ઠાએ પહોંચવાને લીધે રમણીય બનેલા એ સાહિત્યને વિશે “એનો સાચો અર્થ આ છે એવું કોઈ વિદ્વાને આજ સુધી લગારે વિચાર્યું નથી. એટલે આજે અમે સરસ્વતીના હૃદયરૂપી અરવિંદનાં મકરંદબિંદુઓથી સુંદર અને સત્કવિની વાણીના આંતર આમદથી મને ડર લાગતા એ