________________
૨૪ વક્તિ જીવિત
[૧-૯ શર્મા અહીં જરા જુદી રીતે અર્થ કરે છે. તેઓ પરિસ્પદને અર્થ “સ્વભાવ” એવો કરે છે એટલે તેમની દષ્ટિએ આ વાક્યના પહેલા ખંડને અર્થ એ થાય કે કાવ્યરચના સમયે કવિની પ્રતિભામાં જગતના પદાર્થો કોઈ એક વિશિષ્ટ સ્વભાવયુક્ત થઈને પ્રગટ થાય છે. એટલે કે એ પદાર્થોને મૂળ સ્વભાવ બદલાઈ જાય છે. શ્રી દાસગુપ્તના અર્થઘટનમાં ફલિત તે એ જ થાય છે કે જગતના પદાર્થો કવિપ્રતિભામાં જાગતા કોઈ એક પરિ. સ્પદ કહેતાં સંચલનને લીધે ભાજજવલ બનીને પ્રગટ થાય છે. અર્થાત ભાવાભિવ્યક્તિને અનુરૂપ સ્વરૂપે પ્રગટ થાય છે. આમ એ બે વચ્ચે વિરોધ નથી. એ જ વાતને ગ્રંથકારે પણ બીજી રીતે રજૂ કરતાં કહ્યું છે કે પ્રસ્તુત પ્રસંગને અનુરૂપ કઈ ઉત્કર્ષથી પદાર્થોને મૂળ સ્વભાવ ઢંકાઈ જાય છે અને તેઓ કવિની વિવક્ષાને અનુરૂપ વાચ્ય (અર્થ) બની જાય છે.
આપણે એક દષ્ટાંતથી આ વાત જરા વિગતે સમજી લઈએ. ઉપર ૨૭માં ઉદાહરણને જ લઈએ તો એમાં કવિના મનમાં ‘શિવ' એ અર્થ ફરે છે તે દેવાધિદેવ, ત્રિપુરવિજેતા, આશુતોષ કે એવા કોઈ રૂપે સ્ફરતે નથી. પણ કવિ અહીં જે ભાવ નિરૂપવા માગે છે તેના વિભાવરૂપે ફુરે છે. એટલે કે જુગુપ્સા ઉત્પન્ન કરે એવા રૂપે ફુરે છે. બીજી રીતે કહીએ. તે પ્રસ્તુત પ્રસંગના માહાસ્યને જેરે શિવને મૂળ સ્વભાવ ઢંકાઈ જાય છે, અને કવિને વિવક્ષિત એવા કોઈ જુદા જ સ્વભાવ સાથે તે પ્રગટ થાય છે અને તેથી તે કવિની વિવક્ષાને યોગ્ય વાચ્ય (અર્થ) બની જાય છે, એટલે કે કવિને જે અર્થ કહે છે તે અર્થ બની જાય છે, અને પછી શિવ'ના વાચક બીજા હજારો શબ્દો હેવા છતાં જુગુપ્સા ઉત્પન્ન કરી શકે એવા કપાલી' શબ્દ દ્વારા તેનું કથન થાય છે, એટલે તે સહદને આનંદ આપનાર થઈ પડે છે. આ રીતે જેમાં ભાવમય અર્થ અનુરૂપ શબ્દમાં મૂર્ત થયો હોય એવું ઉદાહરણ આપે છે. જેમ કે–
તુચ૭ કીડા જેવા હાથીને અથવા એક રજકણ જેવા મેઘને જોઈને સિંહ ઉશ્કેરાય એ તે ખરું જોતાં સિંહ જાતિમાં જન્મેલા બધા જ સિંહોનું સ્વભાવગત સામાન્ય વર્તન છે; એમ વિચારીને પાર્વતીને સિંહ દિગ્ગજોને અને પ્રલયકાળની મેઘઘટાને જોઈને પણ ઉશકેરા નથી, તે એ શાને જોઈને ચમકશે?” ૨૮