SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૯] વકૅક્તિજીવિત ૨૩ થાય છે. “જાવત” અને “ત્તિમતી” એ બંને પદોમાં મત્વથય (વાળું અર્થને) પ્રયત્ય વાપર્યો છે એટલે એ બંનેની પ્રશંસા ધ્વનિત થાય છે. આમ, લેકમને એકેએક અર્થ કેઈ બીજા શબ્દ વડે વ્યક્ત કરી શકાય એમ નથી. આમ, કવિને વિવક્ષિત વિશેષ અર્થનું કથન કરવાનું સામર્થ્ય તે જ વાચકત્વનું એટલે (કવિના) શબ્દનું લક્ષણ છે. કારણ, તે (કાવ્યરચનાને) સમયે (કવિની) પ્રતિભામાં ઉત્પન્ન થતા કેઈ એક પરિસ્પન્દને લીધે (વાસ્તવિક જગતના) પદાર્થો ભાજજવલ બની જાય છે અથવા પ્રકૃતિ પ્રસંગને યેગ્ય એવા કોઈ ગૌરવથી તેમને મૂળ સ્વભાવ ઢંકાઈ જાય છે અને તેઓ કવિની વિવક્ષાને અનુરૂપ વાગ્ય બની જાય છે, તથા તેના વિશેષ અર્થનું પ્રતિપાદન કરવાને સમર્થ શબ્દો દ્વારા કહેવાઈને સહુદના ચિત્તને ચમત્કારક થઈ પડે છે. શ્રી દાસગુપ્તને અનુસરીને આ ખંડને સમજવાનો પ્રયત્ન કરીએ તે કુતકનું કહેવું એવું લાગે છે કે કાવ્યરચના સમયે કવિના ચિત્તમાં એક સ્પંદન જાગે છે, તેને લીધે આ જગતના પદાર્થો પિતાના બાહ્ય જડ સ્વભાવને છેડી દઈને કવિના અંતરમાં ભાવમય સ્વરૂપ ધારણ કરે છે. અંગ્રેજીમાં કહીએ તો The external objects take an ideal or emotional form. એ રીતે એ પદાર્થો કવિની વિવક્ષાને યોગ્ય ભાવમય અર્થો બની જાય છે અને ત્યાર પછી એ જ પરિસ્પંદને લીધે એ ભાવમય અર્થને બરાબર અભિવ્યક્ત કરી શકે એવા શબ્દો દ્વારા તેમનું કથન થાય છે, એટલે તે સહદને આનંદ આપનાર થઈ પડે છે. આમાં બે વસ્તુ બને છે. એક તે, કવિચિત્તમાં જાગતા પરિસ્પંદને લીધે જાગતિક પદાર્થો ભાવમય મૂર્તિ ધારણ કરે છે. અને પછી એ જ પરિસ્પંદને લીધે કવિને એ ભાવમૂતિને શબ્દબદ્ધ કરવાને સમર્થ શબ્દો પણ મળી રહે છે. આમ, પદાર્થોને ભાવમય બનાવી દેનાર અને તે ભાવમય રૂપને શબ્દમાં મૂત કરનાર એક જ પરિસ્પદ હોય છે, એટલે એ ભાવમય અર્થ અને તેને અભિવ્યક્ત કરનાર શબ્દ વચ્ચે પૂરેપૂરું સામંજસ્ય હેાય છે. આચાર્ય વિશ્વેશ્વર અને ચૌખંબા આવૃત્તિના સંપાદક શ્રી રાધેશ્યામ
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy