________________
-૩૩૪ વક્તિજીવિત
[૪-૭-૮
સાથે તપસ્વીઓથી ભરેલા તમસાતીરે પહોંચી ગયા.' (રઘુ. ૯-૭૨) ૩૦
"6
આ શ્લોકમાં ‘તપસ્વીIIઢામ્' (તપસ્વીઓથી ભરેલા) એ વિશેષણની વક્રતાને લીધે એવું સૂચવાય છે કે અનેક ધર્માચરણપરાયણ તપસ્વીઓવાળી તમસાને જોઇને પણ કેવળ શબ્દ સાંભળીને તેણે વગર વિચારે કેવી રીતે ખાણ છેડયુ' એ સમજી શકાય એમ નથી. વિદ્વાના પણ રાગથી આંધળા થઈ ગયા હોય છે ત્યારે ખાટે માગે પગ મૂકે છે” (રઘુ. ૯-૭૪) એ ન્યાયે આવા મેટા માણસા પણ જ્યારે અદમ્ય રાગના પ્રબળ અધકારથી વિવેકદૃષ્ટિ આંધળી થઈ ગઈ હાય છે ત્યારે ખાટે માગે ચડી જાય છે, એવું પણ એમાંથી ફલિત થાય છે. વળી એનાથી કથાના આગળના વિકાસને પણ મદદ મળે છે. જેમ કે પાછળથી તાપસ રાજાને શાપ આપે છે—
ત્યારે વૃદ્ધ પિતા કહે છે કે ઘડપણમાં તુ પણ મારી પેઠે પુત્રશેાકથી મરીશ.” (રઘુ. ૯–૭૯) ૩૧ ઘરડા તાપસે આવા શાપ આપતાં કૌસલ્યાપતિ દશરથ જવાબ આપે છે—
આ શાપ પણ તમે આપેલુ સાચે જ વરદાન છે. કારણુ, મેં હજી પુત્રના મુખકમળની શૈાભા જોઈ નથી. અગ્નિ ખેતરની ધરતીને બાળી નાખતા છતા તેને વધારે ફળદ્રુપ મનાવે છે.” (૨૩ ૯-૮૦) ૩૨
અહી’ ‘જ્ઞા’ શબ્દનું સૂચન એ છે કે રાજા એને પેાતાના ભારે અપરાધની સજા તરીકે સ્વીકારી લે છે. પણ ‘સાનુપ્ર’ (વરદાન) શબ્દ એવું સૂચવે છે કે આ અનુગ્રહુ' આ પરિસ્થિતિમાં અત્યંત અતર્કસંગત કે અનપેક્ષિત છે. ‘માવતા’ (આપે) શબ્દ એમ સૂચવે છે કે ગમે તેવા અનર્થ જોવા છતાં તેઓ સ્વભાવથી જ દયાળુ છે. આને મીજી રીતે પણ ઘટાવી શકાય. ‘શાપ’ અને ‘મળવા' એ