________________
૪-૦–૮]
વતિજીવિત ૩૩૩ “કઈ વાર વનને શોખીન એ રાજા, પરિજને અને સામાન વગર જ, એકલે, અંધારામાં ચમકતી વનસ્પતિની દીવી કરી સુંદર ફૂલે અને કેમળ પત્રેની પથારીમાં જ રાત વિતાવો.” (રઘુ. ૯-૭૦) ૨૮
આ શ્લેકમાં રાજાને માટે વાપરેલા વનતિ' (વનને શોખીન) વિશેષણમાં વિશેષણવક્રતા જોવા મળે છે. તે વનમાં રહેતો એમ કહેવાથી એવું સૂચવાય છે કે વિલાસભવનમાં, આરામદાયક પલંગમાં, પ્રિયતમા સાથે પાનગોષ્ઠી વગેરે ઉપભેગે કરતાં પણ તેણે વનમાં રહેવાનું વધુ પસંદ કર્યું એને લીધે એના પ્રસ્તુત શિકારના શોખ ઉપર જ ભાર મુકાય છે. ત્રિયામ” (રાત્રિ) શબ્દમાંની વચનવક્રતાને કારણે લાંબા સમય સુધી અંધકાર રહ્યો હતો એ વાત પ્રગટ થાય છે. અને રૂઢિવકતાને લીધે એ વ્યંગ્યાર્થ સમજાય છે કે ગાઢ. અંધકારને લીધે બીજી મનગમતી પ્રવૃત્તિ થઈ શકે એમ જ નહોતું, અને તેથી તેની પ્રતિકૂળતા પ્રતિપાદિત થાય છે. આથી જ ‘તિવાવમૂવ” (વિતાવી) એ રૂપની ક્રિયાવક્રતાના સૌદર્યથી. એમ સૂચવાય છે કે તેણે પથારીમાં સૂઈને શરીરની દારુણ વેદનાથી મુક્તિ મેળવી, અને ભારે પરિશ્રમ પછી ઊંઘ સારી આવે છે. એ જોઈને તે આનંદ પામે. વળી જેમ કે–
આમ સચિને માથે બધે ભાર નાખીને પિતાનાં બીજાં કર્તવ્ય ભૂલી ગયેલા રાજાને સતત સેવનને લીધે જેના પ્રત્યેને રાગ ખૂબ વધી ગયું છે એવી મૃગયા, ચતુર કામિનીની પેઠે હરી ગઈ.” (રઘુ ૮-૬૯) ૨૯
આ લેકમાં “ના” (હરી ગઈ)ની ક્રિયાવકતાના સૌંદર્યથી એવું સૂચવાય છે કે મૃગયાનું આકર્ષણ એટલું બધું હતું કે બીજી પ્રવૃત્તિઓ પ્રત્યે તેને અણગમે થઈ ગયું હતું. એ પછી
પછી સેવકેની જાણ બહાર તે રાજા મૃગને પીછે કરતે કરતે થાકથી જેને મુખે ફીણ વળ્યાં છે એવા ઘોડા.