________________
૩૨૮ વક્રોક્તિજીવિત
[૪-૭-૮ એમ પણ લાગે છે કે પિતે રાણી પ્રત્યેની વફાદારીમાં એ વૃક્ષે કરતાં ઘણે ઊણે ઊતર્યો છે. તેમણે દરેકે તે તેના એક એક અંગને જ પ્રસાદ માણ્યું હતું અને એ બધાં તે અચેતન હતાં અને તેમ છતાં તેમણે મૃત્યુ વહોરી લઈને તેના પ્રત્યે ભારે વફાદારી બતાવી છે. જ્યારે મને તે તેની પૂરેપૂરી પ્રીતિ મળી હતી, મેં તે તેના આખા દેહને ઉપભોગ કર્યો હતે તેમ છતાં તેનું મૃત્યુ થતાં જ હું મરી ન ગયે. આથી અત્યંત લજજા પામીને વત્સરાજ પિતાને તિરસ્કાર કરે છે –
“ધારાગૃહને જોઈને” વગેરે (૩-૨૭; પૃ. ૧૯૨), અને
હે દેવી,” વગેરે (૩-ર૬ પૃ. ૧૯૨) એ બે પહેલાં ઉતારેલા શ્લેકે અહીં જેવા.
ત્રીજા અંકમાં– “રાજા (અશ્રુ સાથે વિશ્વાસ નાખીને)
“બધે મહેલ બળી રહ્યા હતા, દાસીઓ ભયથી ભાગાભાગ કરતી હતી, ત્યારે ભયથી કંપતા હાથવાળી, પગલે પગલે પડી જતી અને વારે વારે “હા નાથ” એ પ્રલાપ કરતી દેવી એવી તે દાઝી ગઈ કે તે અગ્નિ શમી ગયે હેવા છતાં મને હજી દઝાડયા કરે છે.” ૨૦
આ લેકમાં, માલતીની કળી જેવા કે મળ દેહને બાળી મૂક્યો એ ઉપરથી જ જેની કરતાનું અનુમાન થઈ શકે છે એ અગ્નિ શમી ગયે હેવા છતાં, અમારી ઈન્દ્રિયે એક ઝાટકે જડ થઈ ગઈ હતી એટલે હજીયે અમને બાળ્યા કરે છે–એ ઉક્તિમાંના નવા જ વિધાલંકારને લીધે પહેલાં નિરૂપાયેલે હેવા છતાં કરુણરસ નવું જ સૌંદર્ય પ્રાપ્ત કરે છે. વળી, દેવી કમળ હેવાથી તક્ષણ બળી ગઈ પણ અમે તે વજ જેવા કઠોર હોઈને હજી પણ બન્યા કરીએ છીએ, ખાખ થઈ જતા નથી, એ વિશેષતા પ્રસ્તુત રસને એર બહલાવે છે.
ચેથા અંકમાં