SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૮ વક્રોક્તિજીવિત [3–પર. અનેક રીતે રસ પડ્યો.” (કિરાતાજુનીય, ૯-૩૯, ૪૦) ૧૬, ૧૯૭ અહીં વિચ્છિત્તિ કહેતાં શેભાને કારણે તાત્પર્યાર્થ જાણે વાચક બની ગયું છે. જેમ કે – નાયિકા અને સખી બંને ગાઢ મિત્રો હોવા છતાં દરેક જણ પિતાના પ્રેમી સાથે સમાધાન કરવાની પિરવી કરે છે, એટલે આખું વાક્ય જ વાચક હોય એમ લાગે છે. અથવા આ લેકના બે અર્થ થાય છે. પહેલે અર્થ “હે પર્વતરાજ, તે સર્વાંગસુંદરીને, આ વનપ્રદેશમાં મેં છેડી દીધેલી તે રમણીય રામાને તે જોઈ છે? આ જ લેકને પર્વતે રાજાને આપેલા ઉત્તર તરીકે પણ. લઈ શકાય અને તે એને આ અર્થ થાય હે પૃથ્વીપતિ, તે આ વનપ્રદેશમાં છેડી દીધેલી તે રમણીય રામાને, તે સર્વાંગસુંદરીને મેં જોઈ છે.” (વિકવંશીય, ૪-૫૧) ૧૯૮ આ લેકમાં પ્રધાન એવા વિપ્રલંભશૃંગારના પરિપષ માટે બે વાક્યર્થો થવામાં આવ્યા છે. અહીં એ પ્રશ્ન કેઈ પૂછી શકે કે એકથી વધુ અર્થે થતા હોઈ અહીં કલેષ છે એમ કેમ ન કહેવાય? એને ખુલાસે એ છે કે જે એ બંને અથવા એમાંને એક પ્રધાન હોય તે દ્વેષ છે એમ કહેવાય, પણ અહીં એવું નથી. અહીં અનેક અથવા બંને અર્થો બધા જ ગૌણ છે અને તેમનું પર્યવસાન બીજા જ એક પ્રધાન અર્થમાં થાય છે. બીજું એ કે કૈલેષમાં એક જ શબ્દ દીવાના તેજની પેઠે એકી સાથે બે અર્થોને પ્રકાશિત કરે છે, અથવા બે શબ્દો અને અર્થોને બંધ કરાવે છે, અને એમાં શબ્દની બે અર્થોને બંધ કરાવવાની શક્તિ જ પ્રધાન છે. પણ સક્તિમાં
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy