SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-૧૧] વક્રોક્તિજીવિત ૨૦૩ ગઈ હોય. મને એમ લાગે છે કે પગે પડેલા મારે તિરસ્કાર કરવાથી એ ક્રોધી સ્વભાવની અત્યારે પસ્તાઈ રહી છે.” (વિક્રમોર્વશીય, ૪-૩૮) ૪૦ અથવા ખરેખર, મારા અનેક અપરાધને સંભારીને મારી અસહિષ્ણુ પ્રિયા જ આ નદીના રૂપમાં પલટાઈ ગઈ છે. તરંગ એના ભ્રભંગ છે, ક્ષુબ્ધ પંખીઓની હાર એની કંદોરો છે, કોધથી ખસી ગયેલા વસ્ત્રની જેમ એ ફીણને ફંગોળે છે, અને વારંવાર ઠોકર ખાતી એ વાંકેચૂકે રસ્તે જઈ રહી છે.” (વિક્રમવંશીય, ૪–૨૮) ૪૧ આ બંને દષ્ટાંતમાં રસ અને અલંકાર બંને સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેથી એ બેને અલગ અલગ જવામાં અહીં કોઈ મુશ્કેલી નથી. એટલે ષષ્ઠીતપુરુષ સમાસની રીતે જે રસવાળું છે તેને અલંકાર એ રીતે રસવદલંકાર સમજીએ તે રસવત નામ અને તેના અર્થ વચ્ચે અસંગતિ રહેતી નથી. કારણ, અહીં લતા, નદી વગેરે રસવત્ પદાર્થો છે અને રૂપક એ. તેના અલંકાર . આમ, અલંકાય અને અલંકાર બંને અલગ અલગ પ્રાપ્ત થઈ શકે છે. અલંકાર એ રસપરિપષનું કારણ હોઈ તે રસને કારણે અલંકારને રસવત્ કહી શકાય. એ રીતે રસવાન અલંકાર એ કર્મધારય સમાસ પણ લઈએ તેયે તેમાં કશી અસંગતિ આવતી નથી. કારણ, અહીં નાયિકામાં લતા કે નદીના આરોપરૂપ અલંકાર છે અને તે રસપરિપષક છે એટલે તે રસને કારણે એ અલંકારને રસવત અલંકાર કહેવામાં કશી જ અસંગતિ નથી. આ રીતે, આ બંને ઉદાહરણમાં લતા અને નદી ઉદ્દીપન વિભાવ છે, અને નાયક પિતાની પ્રિયતમાના વિચારથી પ્રભાવિત અંત:કરણવાળો હોઈ તન્મય (એટલે કે ઉર્વશીમય) છે એટલે
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy