________________
૧૮ર વક્રોક્તિજીવિત
[૩-૨ કરે એ ઉચિત છે. એટલા માટે જ કના ઉત્તરાર્ધમાં વાપરેલાં વિશેષણ દ્વારા વ્યતિરેકથી એમ બતાવેલું છે કે કાન્તિમત્વ વગેરે ગુણ બીજી કોઈ રીતે સંભવતા જ નથી. કારણ, બ્રહ્મા તે વેદા ભ્યાસને લીધે જડ થઈ ગયેલા હોવાથી કાન્તિમય વસ્તુની રચના કરવામાં અનભિજ્ઞ હેય, વિષયે પ્રત્યે કૌતુહલ ન હોવાને કારણે સરસ પદાર્થોની રચના કરવામાં વિમુખ હોય, અને વૃદ્ધ હોવાને કારણે સુકુમાર અને સરસ પદાર્થોની રચનામાં તેને રસ ન હોય.
આમ, કવિએ પિતાના વણ્ય વિષયને કોઈ અલૌકિક અને અપૂર્વ વિશેષતા અર્પવા ઉપ્રેક્ષા અલંકાર લે છે અને એ વિશેષતા પિતે જ પિતાના સ્વાભાવિક સૌંદર્યના મહત્વથી તથા એ ઉèક્ષા અલંકારની સહાયથી અર્થ એટલે કે વર્ણનીય વિષય નાયિકાને મહિમા કરવા માટે સંદેહાલંકારને સાથે સ્વીકારે છે અને તેનાથી પુષ્ટ થાય છે. આમ, અહીં કવિએ પદાર્થમાં એટલે કે વણ્ય વિષય નાયિકાના સૌંદર્યરૂપી પદાર્થમાં, એ અલૌકિક નિર્માતાની રચના છે એવી વિશેષતા ઉત્પન્ન કરી છે, જેથી એ જાણે પહેલી જ વાર નિર્માયું હેય – અપૂર્વ હોય એવું લાગે છે.
વળી, જ્યાં કવિ કાવ્યમાં પહેલી વાર તે વખતે જ વર્ણવાતી કલ્પિત વસ્તુનું વર્ણન કરતે હેય છે ત્યાં પણ, વસ્તુ તે સ્વસત્તાથી અસ્તિત્વ ધરાવતી હોઈ નવી નથી હોતી, પણ વસ્તુઓ વચચેના. સંબંધની જ નવી રીતે કલ્પના કરવામાં આવી હોય છે, અને તેને લીધે કાવ્યમાં નવીન સૌદર્ય આવે છે. જેમ કે –
“અરે ભાઈ, તું કોણ છે? હું સ્વર્ગને માળી છું. અહી શાથી? ફૂલ લેવા આવ્યો છું.
તમને જે બહુ નવાઈ લાગતી હોય તે સાંભળે. યુદ્ધમાં કેઈ અજ્ઞાત નામવાળા રાજા ઉપર માળાઓ વર્ષાવતી