________________
૩-૧]
વક્રોક્તિજીવિત ૧૭૭ કરનાર વાક્યની વક્રતા ઉપરાંતના બીજા અલંકારથી કવિઓ વડે એ ઝાઝાં શણગારાતાં જોવામાં આવતાં નથી. જેમ કે –
તારુણ્યમાં પ્રવેશ કરતી મૃગનયનીનું શું રમ્ય નથી હતું ? તેનું સ્મિત સહેજ મુગ્ધ હોય છે, તેની દષ્ટિને વૈભવ તરલ અને મધુર હોય છે, તેની વાણીને પ્રવાહ અભિનવ વિલાસની ઉક્તિઓથી સરસ બનેલું હોય છે, તેની ગતિ નવી ખીલેલી લીલારૂપી કળીના પરિમલથી ભરી ભરી હોય છે.” (ધ્વન્યાલક, ૪-૨) ૨ એવું જ બીજું ઉદાહરણ–
“(વય સંધિમાં આવેલી) કન્યાએ કામવ્યવહારમાં કેળવાયેલી હતી નથી, માધુર્યના સ્પર્શથી તેમનું મન પ્રફુલ હોય છે, સામાના મનમાં જાગેલા ભ્રમની ગંધ પામી જઈને તેના હદયને ભેદી નાખે એ રીતે આંખો મીંચે છે, મનની અનુરાગની ઈરછાને પૂરી કરતી નથી, શ્રમ વગર જ અળસાય છે, અને વૃત્તાંત જાણ્યા વગર જ કામને વશ થાય છે.” ૩ ત્રીજું ઉદાહરણ
છાતી ઉપર બંને બગલે સુધી” ૪ આ લેક પહેલા ઉમેષમાં ઉદાહરણ ૧૨૧ તરીકે આવી ગયો છે (પૃ. ૯૬). ચોથું ઉદાહરણ–
ફૂલો હજી લતાઓની ગર્ભગ્રંથિઓમાં જ છે, પલ્લવો હજી અંકુરની અંદર છે, કોયલના કંઠમાં ચંચળ સ્વરની હજી ઈચ્છા માત્ર જાગી છે, પરંતુ બેત્રણ દિવસમાં જ લાંબા સમયથી છેડી દીધેલું કામદેવનું ધનુષ્ય જે અભ્યાસવશ થયું તે ત્રણે લેકને જીતી લેશે.” (વિદ્ધશાલભંજિકા,