________________
૧૬ વકૅક્તિજીવિત
[૩-૧. કહેવું જોઈએ કે કવિ જ્યારે વસ્તુનું સ્વાભાવિક સૌંદર્ય જ પ્રધાન પણે વર્ણવવા માગતા હોય ત્યારે રૂપકાદિ અલંકારો ઝાઝા ઉપકારક નથી થતા, કારણ, ઝાઝા અલંકારને લીધે વસ્તુનું સ્વાભાવિક સૌંદર્ય અથવા રસાદિનું પરિપષણ ઢંકાઈ જવાનો ભય રહે છે. આ બાબતમાં અલંકાર્ય વસ્તુ, બધી રીતે, કઈ વિલાસવતી સ્ત્રીના જેવું છે. તે હમેશાં અલંકાર્યું હોવા છતાં સ્નાન સમયે, વિરહવ્રત પાળતી હોય ત્યારે કે સુરતાવસાન સમયે વધુ પડતા અલંકારો સહન કરી શકતી નથી. કારણ, સ્વાભાવિક સૌંદર્ય જ રસિક હૃદયને આનંદ આપે છે. જેમ કે
(પાર્વતીને શણગારવા આવેલી) સ્ત્રીઓ તેને સામે બેસાડીને, પ્રસાધનસામગ્રી પાસે જ હોવા છતાં, તેના સ્વાભાવિક સૌંદર્યથી દષ્ટિ આકર્ષાતાં ક્ષણભર તે “આને શણગારવાની શી જરૂર?” એમ વિચારી બેસી રહી.” (કુમારસંભવ, ૬-૧૩) ૧
અહીં (પાર્વતીના) એવા સ્વાભાવિક સૌંદર્યથી મનહર શેભાના અતિશયનું પ્રતિપાદન કરવાને કવિને અભિપ્રાય છે. અને એને અલંકાર પહેરાવવાથી કદાચ એનું સ્વાભાવિક સૌદર્ય ઢંકાઈ જશે એવી શંકાની સંભાવના કરી છે. કારણ, જે વસ્તુના સ્વાભાવિક સૌદર્યાતિશયનું પ્રધાનપણે વર્ણન કરવું હોય તેને સ્વભાવના એ સહજ સૌંદર્યને ઢાંકી દેનારા અને બીજા ધર્મોની પ્રતીતિની અપેક્ષા રાખનારા અલંકારોની રચના ઉપકારક થતી નથી.
આ ઉપરાંત, રસપરિપષણને લીધે સુકુમાર એવી પ્રતીતિને વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના ઔચિત્ય સિવાય બીજી કઈ રીતે ઉપસ્થાપિત કરવા જતાં, તે પ્રસ્તુત વસ્તુ કે રસની શેભાને બાધક થઈ પડે છે. તેથી જ નવયૌવનમાં પ્રવેશ કરતી તરણી વગેરે પદાર્થો, તેમ જ સુંદર વસંત વગેરે ઋતુઓના પ્રારંભ પરિપષ અને સમાપ્તિ વગેરે એવાં સુકુમાર છે કે એનું પ્રતિપાદન