________________
ઉન્મેષ ત્રીજો એ રીતે, આગલા (બીજા) ઉમેષમાં વાક્યના અવયવરૂપ પદની શક્ય વક્રતાને વિચાર કરતાં વાચક એટલે કે શબ્દની વકતાની શોભાના પ્રકારનું દિગ્દર્શન કરાવ્યું હતું. હવે વાક્યની વકતાની શોભાની ચર્ચા કરવા માટે વાચ્ય એટલે કે વર્ણનીય તરીકે પ્રકરણમાં જે વસ્તુ મુખ્ય હોય તેની વકતાનું સ્વરૂપ નિરૂપે છે, કારણ, પદાર્થનું જ્ઞાન થયા પછી જ વાક્યર્થનું જ્ઞાન થઈ શકે છે.
કહેવાની મતલબ એ છે કે બીજા ઉમેષમાં વાચક શબ્દની વક્રતાની વાત કરી. હવે આ ત્રીજા ઉમેષમાં, વાચ્યની અર્થાત અર્થની વક્રતાની વાત કરી, વાક્યની વક્રતાની વાત કરવામાં આવશે.
વસ્તુનું ઉત્કર્ષશાલી સ્વભાવથી સુંદર રૂપે કેવળ વક દ્વારા વર્ણન તે વસ્તુની અથવા અર્થની વક્રતા કહેવાય.
વસ્તુનું એટલે કે જેનું વર્ણન કરવા ધાર્યું હોય તે પદાર્થનું, આવું એટલે કે કારિકામાં કહ્યા મુજબનું, વર્ણન તે તેની એટલે કે વર્ણ વસ્તુની વક્રતા એટલે કે વક્રની શોભા કહેવાય. એ વર્ણન કેવી રીતનું? તે કે એના ઉત્કૃષ્ટ સ્વાભાવિક ધર્મથી યુક્ત હોય એ રૂપે, એ વર્ણન કરેલું હોવું જોઈએ. કેવી રીતે? તે કે કેવળ વક શબ્દો દ્વારા. વક્ર એટલે નાનાવિધ વક્રતાવિશિષ્ટ. શબ્દ એટલે વિવાક્ષિત અર્થને વ્યક્ત કરી શકે એ કોઈ એક જ શબ્દ. કેવળ એવા શબ્દ દ્વારા જ એ વર્ણન કરેલું હોવું જોઈએ. વિવક્ષિત અર્થને વ્યક્ત કરી શકે એમ કહ્યું છે, તેઓ અર્થ એ