________________
૧૧૬ વાક્તિવિત
[−૮, ૯
એટલે કે જ્યાં યમકની રચના પ્રયત્નપૂર્વક વ્યસન વળગ્યાની પેઠે કરી હોય ત્યાં પણ ઔચિત્ય તે સચવાવું જ જોઈએ. એ યમક ચરણમાં આદિ, મધ્ય કે અંત્ય એવા કોઈ નિયત સ્થાને યેાજાયે હાય ત્યારે શાલે છે. વવિન્યાસવક્રતાને આ પ્રકાર ઉપર કહેલાં લક્ષણેાથી યુક્ત હાવા છતાં અહીં એના વિસ્તાર કરવામાં આવતા નથી, કારણ, એમાં સ્થાન નિયત હોય છે તે સિવાય બીજું કેાઈ સૌ સંભવતુ નથી. અર્થાત્ એમાં વર્ણવિન્યાસના વૈચિત્ર્ય સિવાય બીજું કાઈ પણ જીવાનુભૂત તત્ત્વ જોવા મળતું નથી. એટલે એને હમણાં કહેલી વર્ણવિન્યાસવક્રતા અથવા યમકાલંકારના જ એક ભેદ માનવે ઉચિત છે. એનાં ઉદાહરણ ‘શિશુપાલવધ’ના ચેાથા સગમાં ઘણાં છે, પણ તેમાં પ્રસાદનુયુક્ત તે થાડાં જ છે. ‘રઘુવ’શ'માં પણ વસંતવર્ણન(સગ ૯)માં એનાં ઉદાહરણે મળે
એમ છે.
આ રીતે, પદ્મના ઘટક વર્ણની વક્રતાનું નિરૂપણ કર્યાં પછી વણુ સમુદાયરૂપ પદની વક્રતાનું નિરૂપણ કરવાનું આવે છે. એમાં પદ્મપૂર્વાર્ધની વક્રતાના કેટલા પ્રકારા સંભવે છે તેનાથી શરૂઆત કરે છે—
૮, ૯
જ્યારે લાકાત્તર તિરસ્કાર કે લેાકેાત્તર પ્રશંસાનું કથન કરવાના ઇરાદાથી વાસ્યાની પ્રતીતિ રૂઢિથી અસ”ભવિત કાઈ ધર્માંના ગર્ભિત અધ્યારોપ સાથે અથવા કાઈ વિદ્યમાન ધર્મના અતિશયના ગર્ભિત અધ્યારોપ સાથે કરાવવામાં આવે ત્યારે રૂઢિવૈચિત્ર્ય વકતા નામના પદ્મપૂર્વાવકતાના પ્રફાર થાય.
[૧] ‘જ્યારે રૂઢિથી અસંભવિત કેઈ ધર્મના ગર્ભિત અધ્યા૨ાપની પ્રતીતિ કરાવવામાં આવે.” શબ્દના અમુક ચાક્કસ અને ખાધ કરાવવાના જે ધમ તે રૂઢિ કહેવાય છે. (અર્થાત્ આ શખ્સને આ અં એમ જે નક્કી થયું હેાય છે તે રૂઢિ કહેવાય છે.) રૂઢિ