________________
૧૧૪ વક્તિજીવિત
[૨-૫ ગુણે તેમ જ સુકુમાર વગેરે માગનું પણ અનુસરણ થશે. અહીં ગુણેને ઉલ્લેખ પહેલે કર્યો છે અને માર્ગોને પછી કર્યો છે, તેનું કારણ એ છે કે ગુણેને સંબંધ રસ સાથે વધુ અંતરતમ હોય છે અને ગુણે મારફતે જ માર્ગોનું અનુસરણ થઈ શકે છે.
અને અર્થ એ કે જો કે આ વર્ણવિન્યાસવતા વ્યંજનના સૌંદર્ય અનુસાર જ જાય છે, તેમ છતાં એની એજના અમુક ચક્કસ ગુણવિશિષ્ટ માર્ગને અનુસરીને વણ્ય વસ્તુના સ્વરૂપમાં પ્રવેશી શકાય એ રીતે કરવી. કારણ, એ વર્ણવિન્યાસવકતાના અનેક પ્રકાર એ માર્ગોમાંથી ફૂટતા – ફલિત થતા હોય છે. (ઉદ્ભટાદિ) પ્રાચીન આચાર્યોએ એને જ, સ્વતંત્ર રીતે, વૃત્તિવૈચિત્ર્યયુક્ત કહી છે (એટલે કે એ જ વૃત્તિ છે એમ કહ્યું છે). ઉપનાગરિકા વગેરે વૃત્તિઓની વિવિધતા તેમ જ સંખ્યા બધી જ આ વર્ણ વિન્યાસવકતામાં સમાઈ જાય છે, એવું પૂર્વસૂરિઓએ કહ્યું છે.
આ બધાનું તાત્પર્ય એ છે કે આ વર્ણવિન્યાસવકતાએ બધા ગુણેના સમન્વય દ્વારા સુકુમાર વગેરે માર્ગોનું અનુસરણ કરવાનું રહે છે. આથી એ પરતંત્ર હોય અને એના અસંખ્ય પ્રકારે હોય એ બંને અનિવાર્ય છે. તેથી એ સ્વતંત્ર છે અને એને અમુક જ પ્રકાર છે એમ કહેવું તર્કસંગત નથી.
અહીં કોઈ એ પ્રશ્ન ઉઠાવે કે પહેલાં (આ ઉન્મેષની પહેલી કારિકામાં) “એક, બે કે વધારે” એમ કહીને તમે જ એના મર્યાદિત અમુક (ત્રણ) જ પ્રકાર ગણાવ્યા છે અને એ સ્વતંત્ર છે, એમ પણ કહ્યું છે, છતાં હવે આમ કેમ કહે છે? તે કહેવાનું કે એ કંઈ દેવ નથી. કેમ કે લક્ષણકારો કોઈ આખા પદાર્થના ભાગરૂપ પદાર્થ બીજાને સમજાવવા માટે તેને પહેલાં આખાથી અલગ પાડી તે સ્વતંત્ર હોય એમ તેના સ્વરૂપનું નિરૂપણ કરે છે. અને પછી તેને આખાના એક ભાગરૂપે સમજાવે છે. એટલે આ વાતને વિસ્તાર કરવાની જરૂર નથી.