________________
૧-૫૧]
વતિજીવિત ૯૧ મનહર વર્ણોની અનેક વાર આવૃત્તિ થઈ છે. એથી બંધનું સૌંદર્ય વધ્યું છે. આમ, આ શ્લોક મધ્યમ માર્ગના માધુર્ય ગુણનું દષ્ટાંત બન્યા છે. પ્રસાદનું ઉદાહરણ
“તેના મુખચંદ્રનું...” વગેરે ૧૧૨ આ લોક પહેલાં ઉદાહરણ ૨૩ તરીકે આવી ગયો છે (પૃ. ૧૭– ૧૮). ત્યાં જોઈ લે.
સુકુમાર માર્ગના પ્રસાદ ગુણમાં રસ અને વક્રોક્તિને અભિપ્રાય વિના કટે વ્યંજિત કરવાની તથા અર્થને ઝટ બંધ કરાવવાની શક્તિ હોય છે. વિચિત્ર માગના પ્રસાદ ગુણમાં એ ગુણના સ્પર્શવાળી સમાસ વગરની રચના અને એક વાક્યમાં એકથી વધુ અવાંતર વાકયોની ગૂંથણી હેય. છે. આ લોકમાં શૃંગાર રસ અને દીપક અલંકાર સહેલાઈથી વ્યંજિત થાય છે. એમાં ઝાઝા સમાસ નથી અને તો— વિક્રને, મથકૃતોત્સTહૈ, માનના વગેરે સમાસોમાં ઓજોગુણને સ્પર્શ પણ છે. દિવસ પૂરે કર્યો, “રાત પણ પૂરી કરી', “સાંજ વિતાવી' વગેરે અવાંતર વાક્યો પણ મુખ્ય વાકયમાં ગૂંથાયેલાં છે, એટલે તે મધ્યમ માર્ગના પ્રસાદ ગુણનું ઉદાહરણ બન્યો છે. લાવણ્યનું ઉદાહરણ–
ગાલ ઉપર આંગળીનાં નિશાન પડયાં છે એ બતાવે છે કે એણે હાથ પર ગાલ મૂક્યો. હશે. આંખે આંસુ વહેવાથી મેલી થઈ છે, નિસાસાથી હોઠ સુકાઈ ગયા છે, વેણ છૂટી ગઈ છે એટલે વાળ આમતેમ ઊડે છે, મન નિવેદથી સૂનું થઈ ગયું છે, દુઃખની વાત છે કે કુટનીતિમાં પાવરધા દુષ્ટ મંત્રીઓ મારી પુત્રીને ખૂબ રંજાડી રહ્યા છે.” (તાપસવત્સરાજ, ૩–૭૬) ૧૧૩
સુકુમાર માર્ગને લાવણ્ય ગુણમાં પદ અને વર્ણની શોભા ઝાઝી મહેનત વગર સધાઈ હેાય છે અને વિચિત્ર માર્ગના લાવણ્ય ગુણમાં અંતે વિસર્ગવાળાં અને યુક્તાક્ષર પહેલાંને અક્ષર હસ્વ હેય એવાં પદે હેય છે. આ લોકમાં વર્ષો અને પદોની ગોઠવણી રમણીયતાયુક્ત છે, અને એ સાધવા માટે ઝાઝી મહેનત કરવી પડી નથી. વળી એમાં મધર, મન, વેલિમિઃ વિસન્ત પદે છે, અને પૂર્વ, રાવ, પોસ્ટથત્રિ, નિર્મરમુજી