________________
૮૮ વક્રાતિજીવિત
[૧-૪૭ કારિકામાં ‘લાવણ્યનાં જે લક્ષણે ગણવેલાં છે, તેને લીધે વાક્યમાં જે સૌંદર્ય આવ્યું હોય, તેમાં આ ત્રણ બાબતે વધારે કરે છે, એ અહીં અર્થ છે. જેમ કે –
“હે કૃશાંગી, શ્વાસથી ઉત્પન્ન થયેલા કંપને લીધે તરંગિત થતા તારા સ્તનતટ ઉપર કાજળ ધેવાવાને લીધે કાળાં થઈ ગયેલાં આંસુનાં બિંદુઓ પછડાઈને કણકણ કેમ થઈ જાય છે? અને સંકુચિત થયેલા કંઠમાં રૂંધાવાને લીધે અસ્પષ્ટ અને કોકિલના મધુર પંચમ સ્વરની પેઠે કાનમાં અમૃત સીંચનારાં હીબકાં કેમ અટકી જાય છે અને ફરી શરૂ થાય છે ?” (કવીન્દ્રવચનામૃત, ૪૦૫) ૧૦૬
આ શ્લોકમાં ચામ, , વિવા, દુાઃ અને પ્રાચિનઃ વગેરે પદોમાં છેવટને વિસગ લોપ પાસે નથી, પહેલા ચરણમાં વામાં , તાંતિમાં ૨, સ્તનમાં સત પહેલાંને ળિ, ત્રીજા ચરણમાં વિશ્વમાં જિ, ઝમાં શ અને વાળમાં જ વગેરે યુક્તાક્ષર પહેલાં આવેલા અક્ષરો હસ્વ છે, અને રવારોwતરળિ અને ઘૌતાનયામા વગેરેમાં પદે એકબીજામાં જોડાઈ ગયાં છે, એને લીધે શ્લોકના લાવણ્યમાં વધારો થયો છે. બીજુ ઉદાહરણ–
એ પલ્લીપતિની પુત્રી, તારાં આ અર્ધા પાકેલાં ટીમરુનાં ફળ જેવાં વચમાં કાળાં અને ફરતે પીળાં બે સ્તને શબર યુવકના કરમર્દનને લાયક થયાં લાગે છે એટલે પિતાના કુંભસ્થળ માટે અભયદાન માગવા દીન થઈને હાથી
એનું ટોળું તને વિનંતી કરે છે કે એ સ્તનને તું પાંદડાંના વથી ઢાંકીશ નહિ.” (સદુક્તિકર્ણામૃત, ૨-૩૭૬) ૧૦૭ ત્રીજું ઉદાહરણ–
જેને ખાવાથી” વગેરે. ૧૦૮ આ લેક પહેલાં ઉદાહરણ ૭૩ રૂપે આવી ગયો છે (પૃ. ૫૮), ત્યાં જેવો.
આમ ‘લાવણ્ય સમજાવ્યા પછી “આભિજાત્ય સમજાવે છે–