________________
૧–૪૩]
વક્રાક્તિજીવિત ૯૫
આ શ્લોકના પૂર્વાધમાં તે સાચે જ માત્ર સ્મિત નહતું એમ કહ્યું છે તેમાં અભિલાષથી સુંદર સ-રસ અભિપ્રાય સૂચિત થયા છે અને ઉત્તરા માં સ્મિતના પડદા પાછળ બીજું જ કાંઈ પ્રગટ થતું દેખાતું હતું' એમ કહ્યું છે તેમાં કમનીય વૈચિત્ર્યની શૈાભા છે.
આમ, ૪૦મી કારિકામાં ગણાવેલાં વિચિત્ર માર્ગનાં બને લક્ષણા એમાં જોવા મળે છે. એક તા વિષયમાં રસ હોવા જોઈએ અને ખીજુ` કથનમાં વૈદગ્ન્ય હાવું જોઈએ. એ ખતે અહી` છે.
[૪૨] હવે વિચિત્ર માર્ગના ઉપસંહાર કરતાં કહે છે કે જેમાં વક્રોક્તિનું વૈચિત્ર્ય’ વગેરે. એ વિચિત્ર માગ એવા છે, જેમાં ‘વક્રોક્તિનું વૈચિત્ર્ય' એટલે કે અલકાનું સૌ જીવિતારૂપ હાય છે. એ વૈચિત્ર્યને કારણે જ આ માને ‘વિચિત્ર’ માર્ગ કહે છે. એ વૈચિત્ર્ય શું છે? તે કે જેમાં કોઈ અપૂર્વ અતિશયનું કથન કરવાની શક્તિ તેના સ્વરૂપના જ ભાગ બનીને રહેલી હાય છે. જેમ કે-
જેની સેનાની ધૂળના ગોટેગાટા ઊડતાં, એ હાથે વડે, દૂર દૂર આવેલી આઠ આંખાને એકી સાથે ઢાંકી ન શકાતાં બ્રહ્માએ પેાતે જે કમળ ઉપર બેઠા હતા તેની પાંદડી એકે એકે ઊંચી કરી એરડી બનાવી દીધી; એમ કરતાં તેમને ઘણી વાર લાગી અને બધી આંખાને એકીસાથે ઢાંકી ન શકયા તેથી અકળાઈ પણ ગયા, પણ એ બધા વખત તેમના સ્વાધ્યાય ચાલુ રહ્યો.” (બાલરામાયણ, ૭-૬૬) ૧૦૨
આ શ્ર્લોકમાં (પેાતાની આંખાને ધૂળથી ખચાવવા માટે બ્રહ્માએ કમળની પાંદડીએ ઊંચી કરી એવી) સંભાવનાના અનુમાનને આધારે કરેલી ઉત્પ્રેક્ષા વ્યંજિત થાય છે, એ જ એનું વૈચિત્ર્ય છે. એ અતિશયાક્તિ ઉત્તરોત્તર વધતી જવાને કારણે સુંદર લાગે છે.