________________
કે વસ્તુ ના
આપતાં કહે છે કે
નવીનતા કહેવાય છે
૧-૩૪–૪૩]
વક્રોક્તિજીવિત ૮૧ સૌંદર્યાતિશયવાળા અલંકારેની રચના કેઈક અપૂર્વ વાક્યવકતા પ્રગટ કરે છે. (એ બતાવવા માટે અહીં રૂપકાદિ અલંકારનાં ઉદાહરણ આપ્યાં છે. જોકે એમનું વિગતે નિરૂપણ યથાસ્થાને કરવામાં આવશે.)
[૩૮] વિચિત્ર માર્ગનું જ બીજું લક્ષણ આપતાં કહે છે કે જેમાં પહોંચાડાય છે.” જોકે વસ્તુ નવું ન હોય, તેમાં કઈ નવીનતા ન હોય, તો તેને લોકોત્તર અતિશયની કેટિએ પહચાડવામાં આવે છે. શી રીતે ? તે કે માત્ર ઉક્તિવૈચિત્ર્યથી, કથનની વિદગ્ધતાને જેરે એ અહીં અર્થ છે. જેમ કે
તેનું સૌંદર્ય કંઈ ઓર છે, તેમ તેને હલનચલનનું લાલિત્ય પણ ઓર છે. એ શ્યામા કહેતાં સુંદર સ્ત્રી લગારે સામાન્ય પ્રજાપતિ કહેતાં બ્રહ્માની રચેલી લાગતી નથી.” (ગાથાસપ્તશતી, ૯૬૯) ૯૬ એવું જ બીજું ઉદાહરણ–
હે તન્વી, સરસ કદલીની હારેથી શોભતે અને ઉત્કૃષ્ટ કે જેને લીધે રમણીઓના હાવભાવને અંકુરિત કરતા આ નર્મદાને કાંઠો છે; અહીં સુરતને શ્રમ હરનારા વાયુ વાય છે અને તેમની આગળ અકારણ ક્રોધે ભરાયેલે કામદેવ ચાલે છે.” (કાવ્યપ્રકાશ, ઉ. ૧૭) ૯૭
અહીં ઉક્તિનું વૈચિચ એ જ કાવ્યર્થ છે. અહીં કોઈ ન વારમાર્થ (કાવ્યવિષય) નથી. આ ઉક્તિવૈચિત્ર્ય હજારે પ્રકારનું સંભવે છે, એટલે પોતે જ સમજી લેવું.
[૩૯] વળી વિચિત્ર માર્ગને બીજી રીતે વર્ણવે છે – કહે છે જેમાં કવિની બની જાય છે.” જેમાં બધા જ પદાર્થો જુદી જ જાતના બની જાય છે. કેવી રીતે? તે કે (કવિની) રુચિ પ્રમાણે. એટલે કે તેની પ્રતિભાને અનુરૂપ બની જાય છે. શાથી? તે કે મહાકવિની પ્રતિભાના મહત્વને લીધે, ઉત્તમ કવિની પ્રતિભાના અતિશયને લીધે. કેમ કે કવિ વણ્ય વસ્તુનું તે તે પ્રસંગને