________________
૮૦ વક્રોક્તિ જીવિત
[૧-૩૪-૪૩ કર્યું છે કે “રામ પિતાના શૌર્યથી તમને સૌને જ મારી નાખશે એ અલંકાર્ય અર્થ અલંકારેની શોભાના અતિશયની અંદર રહ્યો રહ્યો પ્રકાશે છે. જેમ કે, તમારામાંને કેઈ સામાન્ય રાક્ષસ પણ કેઈ દૂર દૂરને સ્થાને હશે તેયે ભાગ પામ્યા વગર રહેનાર નથી. માટે સમરમહોત્સવને ભાગ મેળવવાની લાલચથી ઊંચાનીચા થવાનું છોડી દો. સંખ્યામાં તમે ઘણું છે એટલે બધાને ભાગ મળો અશક્ય છે, એમ તમે માને છે તે બરાબર નથી. અસંખ્ય માણસોને ભાગ આપવાનું અશક્ય બની જવાનાં બે કારણો સંભવે છે. કાં તે સંપત્તિ ખૂટી જાય અથવા દાતા કંજૂસ હોય. અહીં એ બેમાંથી એકે કારણ નથી, એવું છેલ્લા ચરણ દ્વારા કહેવામાં આવ્યું છે. બીજું ઉદાહરણ–
“ક્યા દેશને વિરહવ્યથામાં ડૂબેલે અને સૂને કરી મૂકયો છે?” (હર્ષચરિત, ૧) ૯૪ બીજું ઉદાહરણ–
કયા પુણ્યશાળી અક્ષરો એમના નામની સેવા કરે છે?” (હર્ષચરિત, ૧) ૫
અહીં પહેલા ઉદાહરણમાં “ક્યાંથી આવ્યા છે અને બીજા ઉદાહરણમાં “એમનું નામ શું છે એ અલંકાર્ય અર્થ અપ્રસ્તુતપ્રશંસારૂપ અલંકારની શેભાની છાયા પામીને તેની શોભાથી છવાઈ જવાથી સહદને આનંદ આપે એ બની ગયા છે. વ્યાજસ્તુતિ, પર્યાપ્ત વગેરે અલંકારમાં આવું ઘણી વાર બને છે.
અહીં એક પ્રશ્ન એ ઉઠાવવામાં આવ્યું છે કે રૂપક વગેરે અલંકારોની વ્યાખ્યા આપતી વખતે તેમના સ્વરૂપને નિર્ણય કરવામાં આવનાર છે, તે પછી અહીં તેમનાં ઉદાહરણ આપવાનું પ્રયજન શું?
એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે તમારી વાત સાચી છે. પણ વિચિત્રમાર્ગની એ જ તે વિચિત્રતા છે કે અલૌકિક .