SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રાદ્ધવિધિ સંખેશ્વરની યાત્રા કરી સિદ્ધાચળ તરફ જતાં સંઘમાં બીરાજતા શ્રુતસાગર આચાર્યની ધમદશનામાં સિદ્ધાચળ તીર્થના એકવીસ નામનો મહિમા અને શત્રુંજયના નામની પ્રસિદ્ધિ પોતાના નામથી થશે તે સાંભળી તેનાં દર્શન ન થાય ત્યાં સુધી આહાર પાણી ન લેવાને તેણે અભિગ્રહ કર્યો, રાજાના પ્રાણ બચાવવા તીર્થરક્ષક યક્ષે દેવમાયાથી માર્ગમાં સિદ્ધાચળ વિકર્યો. રાજાએ સત્ય તીર્થ માની પોતાનો અભિગ્રહ યક્ષ વિકર્વિત તીર્થદ્વારા પૂર્ણ કર્યો અને રાજા વિમળપુર નગર વસાવી વિકર્વિત તીર્થાધિરાજની સાનિધ્યતામાં રહેવા લાગ્યું. કમની ગતિ વિચિત્ર છે તે મુજબ અંત સમયે અણસણ પૂર્વક પ્રભુનું ધ્યાનમરણ કરવા છતાં દેવમંદિરના શિખર ઉપર રહેલ પોપટ ઉપર તેનો જીવ ભરાયો અને રાજા ! મરી પોપટ જાતિમાં જન્મ પામે. તેની બે રાણીઓ કાળક્રમે ધર્મ આરાધી દેવલોકમાં ઉત્પન્ન થઈ અને તેમણે પોપટને પ્રતિબંધ પમાડયો. પોપટ તીર્થભક્તિ અને અંતે અણસણું કરી દેવલોકમાં દેવ થયો. હંસીને જીવ દેવકમાંથી વી હે રાજા ! તું મૃગધ્વજ રૂપે થો અને સારસી મરી કમળમાળા થઈ અને આ તમારા બન્નેને મેળાપ કરાવનાર પોપટ તે બીજો કોઈ નહિ પણ જિતારિ રાજાનો જીવ દેવ હતા તે મરી તમારા પુત્રરૂપે શુકરાજા થયા છે. તમારી આંબાના વૃક્ષ નીચેની વાતથી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તમને બન્નેને પોતાની પૂર્વભવની સ્ત્રીઓ જાણી વિમાસણમાં પડ કે હું તેમને પિતા અને માતા કેમ કહું ? આથી તેણે પોતાની વાણી બંધ કરી છે. પણ “હે શુકરાજ કુમાર આ સંસાર વિચિત્ર છે. માતા પિતા પુત્ર સ્ત્રી ભાઈબહેન પુત્રી વિગેરે મરીને બીજા ભવમાં અનેકવિધ સંબધે ઉત્પન્ન થાય છે પણ વ્યવહારિક સત્યને અનુસરીને વ્યવહાર કરવામાં વાંધો નથી મારા વૈરાગ્યનું કારણ પણ આવા સગજ છે. માટે તું તારી જિ ખુલ્લી કર મુનિના વચન સાંભળી શુકરાજે ભગવંતને છામિ યમામો બેલવા પૂર્વક વંદન કર્યું અને કેવલી ભગવતે કહેલ વાત સાક્ષાત દેખતો હોય તે રીતે ફરીથી માતપિતાને કહી સંભળાવી પોતાની જિ ખુલ્લી કરી, મૃગધ્વજ રાજાએ કેવલી ભગવંતને સાથે સાથે પુછી લીધુ કે “મને વૈરાગ્ય ક્યારે થશે? જવાબમાં ભગવાને ઉત્તર આપ્યો કે “ચંદ્રાવતીના પુત્રને જોશો ત્યારે તમને દઢ વૈરાગ્ય થશે. ત્યારબાદ કેવલી ભગવાને અન્યત્ર વિહાર કર્યો. સમય જતાં કમળમાળાને બીજો પુત્ર જન્મ્યો તેનું નામ હંસરાજ પાડયું. રામલક્ષ્મણની જોડી પેઠે શકરાજ હંસરાજ પ્રીતિથી વધવા લાગ્યા. તેવામાં ગાંગલિઋષિ ભૃગવજ રાજાના દરબારમાં આવી ગોમેધયક્ષ મુખ્ય વિમળાચળ તીર્થે જવાને
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy