SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શુકરજની કથા ] સમય જતાં એક દીવસે મૃગદેવજ રાજાએ ગાંગલિઝષિએ આપેલ મંત્રનો જાપ કર્યો અને તેના પ્રતાપે ચંદ્રાવતી સિવાય સર્વે રાણુઓને એકેક પુત્ર થયો. આજ પ્રસંગે કમળમાળાને એક સ્વપ્ન આવ્યું તેમાં તેને ભગવાને કહ્યું કે “આ શુક લે પછી તને હંસ આપીશ” રાજાએ સ્વપ્નાનો અર્થ એ કહ્યો કે તારે બે પુત્ર થશે અને તે બન્ને તેજસ્વી થશે. ' કમળમાળાએ ગર્ભ ધારણ કર્યો પુરે મહીને પુત્ર જમ્યા અને તેનું નામ શુકરાજ રાખ્યું. શુકરાજ રાજકુટુંબ ઉચિત વૈભવથી ઉછરતાં ઉછરતાં પાંચ વર્ષનો થયો ત્યારે રાજા અને કનકમાળા વસંતઋતુ આવે ઉદ્યાનમાં ફરવા નીકળ્યાં અને તેજ આંબાના ઝાડ નીચે બેઠયાં આનંદ અને હર્ષના અતિરેકમાં રાજાએ કનકમાળાને કહ્યું “પ્રિયે! આ તેજ આમ્રવૃક્ષ છે કે જયાં આગળ મને પોપટે તારી ભાળ આપી હતી અને મને આશ્રમમાં લઈ જઈ તને મેળવી આપી કૃતાર્થ કર્યો” પિતાના ખોળામાં રહેલા પુત્ર શુકરાજ આ વચન સાંભળી એકદમ મૂર્શિત થયે. રાજા રાણીએ બહાવરા બની અનેક ઉપચાર કર્યા ત્યારે આંખ ખોલી ભૂતાણની માફક આમ તેમ કુમારે જોયા કર્યું. તેને ઘણું બોલાવ્યા છતાં તેણે અક્ષરનો ઉચ્ચાર ન કર્યો, તે નજ કર્યો. આ પછી ઘણા ઘણા ઉપચારો કર્યા છતાં રાજકુમારની વાચા બંધ થવાનું કોઈ નિદાન ન કરી શક્યું. અને કુમારની વાચા સદંતર બંધ થઈ. સમય જતાં દુઃખ ઓછું થયું અને ફરી કૌમુદી મહોત્સવ પ્રસંગે કમળમાળા અને શુકરાજ સાથે રાજા ઉઘાનમાં ફરવા નીકળે. તે આમ્રવૃક્ષને દૂરથી જોતાં શુકરાજની જિલ્લા બંધ થયાનું દુઃખ તાજું થયું અને તેથી ત્યાં નહિ જવાનો રાજા નિર્ણય કરે છે તેવામાં ત્યાંથી દેવદુંદુભિનો અવાજ સાંભળ્યો. રાજાએ તપાસ કરી તો ત્યાં શ્રીદત્ત મુનિ મહારાજને કેવળજ્ઞાન થયું છે તે પ્રસંગને અનુલક્ષી દેવમહોત્સવ હોવાનું જણાયું. રાજા રાણું બન્નેએ પુત્ર સાથે પર્ષદામાં બેસી ધર્મોપદેશ સાંભ, દેશનાને અંતે મૃગવજ રાજાએ શ્રી દત્ત કેવળી ભગવંતને શુરાજની જિ બંધ થવાનું કારણ પૂછ્યું, શ્રીદત્ત દેવલી ભગવાને તેમને–રાજા રાણીને શુકરાજને પુનર્ભવ કર્યો અને જણાવ્યું કે શુકરાજને પુનર્ભવ ભજિલપુર નગરમાં જિતારિ નામે રાજા રાજ્ય કરતો હતો. તે હંસી અને સારસી નામે વિજયદેવ રાજાની રક્ષાસની પુત્રીઓને પરણ્યા હતા. એકદા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy