SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકધર્મને એગ્ય કેણ?! mm વિશેષનિપુણમતિપણું અને ૩ ન્યાયમાર્ગરતિપણું એ ત્રણ ગુણો ન હોય, તે કેવળ કદાગ્રહી, મૂઢ તથા અન્યાયી હોવાથી શ્રાવક-ધર્મ પામવા યોગ્ય નથી, તથા જે ૪ દ્રઢપ્રતિજ્ઞ ન હોય તે કદાચ શ્રાવકધર્મને અંગીકાર કરે તો પણ જેમ ઠગ લોકોની મિત્રી, ઘેલા માણસનો સારે વેષ અને વાંદરાના ગળામાં પહેરાવેલ હાર, એ જેમ ઘણીવાર ટકી શકતાં નથી, તેમ તે માણસ પણ ચાવજીવ ધર્મ પાળી શકતો નથી. મૂળ ગાથામાં કહેલ ચાર ગુણધારી હોય, તે જેમ સારી તૈયાર કરેલી ભીંત ચિત્રામણને, મજબૂત પૂરેલો પાયો મહેલ ચણવાનું અને તાપ વિગેરે દઈને ચાખું કરેલું સોનું માણિક્યરત્નને લાયક બને છે તેમ તે માણસ પણ શ્રાવક ધર્મ પામવા ગ્ય છે. એવો માણસ સશુરૂ વિગેરે સામગ્રીના યેગાથી "ચુલ્લક વિગેરે દશદષ્ટાંતથી દુર્લભ એવું સમકિતાદિક પામે છે. અને શુકરાને જેમ પૂર્વ પાળ્યું તેમ પાળે છે. • બાર વર્ષ બાદ આદ્રકકુમારમુનિ એજ ઘરે ભિક્ષા લેવા આવી ચડયા. બાલિકાએ પગના ચિન્હથી તેમને ઓળખ્યા. મુનિ તે આહાર લઈ ચાલી નીકળ્યા પણ બાળા પરિવાર સાથે તેમની પાછળ ગઈ. આદ્રકુમારને દેવતાનાં વચન સાંભળ્યાં અને ચારિત્ર પરિણામથી તેઓ ભગ્ન થયા. શ્રેષ્ઠિપુત્રી સાથે લગ્ન કરી ગૃહવાસ સ્વીકાર્યો અને તેમને એક પુત્ર થયો. પુત્ર ચાર પાંચ વર્ષને થતાં તેમણે દીક્ષા લેવાને પિતાને નિર્ણય જાહેર કર્યો. ચાર સ્ત્રી રેંટીયો કાંતવા માંડી. માતાને કાંતતી દેખી પુત્રે પુછયું કે “આ શું કરે છે?” માતાએ જવાબ આપ્યો કે “તારા પિતા આપણને છોડી ચાલ્યા જાય છે તું કમાઈ શકે તેમ નથી આથી કાંતી હું તારું અને મારું ભરણ પિષણ કરીશ” બાળકે માતાના કાંતેલા સૂતરના દેર લઈ પિતાની આસપાસ વીંટયા અને બોલી ઉઠયો કે “હવે શી રીતે જશે?” આકુમારે જોયું કે તેની આસપાસ બાળકે સૂતરના બાર આંટા કર્યા છે આથી બાર વર્ષ રહેવાને નિશ્ચય કર્યો. બાર વર્ષ પુરા થતાં ફરી દીક્ષા ગ્રહણ કરી ચાલી નીકળ્યા. માર્ગે જતાં શ્રેણિક રાજાના માણસોએ હાથીને પકડી બાંધ્યું હતું તે આદ્રકકુમારને જોતાં તુર્ત બંધન તેડી નાસી છૂટ રાજાએ આદ્રકુમારને આનું કારણ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે “કાચા સૂતરના તાંતણાથી બંધાયેલ મને છૂટો થયેલો જોઈ હાથીએ પરાક્રમ કરી શંખલા તેડી નાંખી કારણકે નેહબંધનરૂપ કાચા તાંતણા તેડવા જેટલા કઠીન છે તેટલી આ શૃંખલા કઠીન નથી. છેવટે શુદ્ધ ચારિત્ર પાળી આદ્રકુમારે કલ્યાણ સાધ્યું. આદ્રકમાર મધ્યસ્થ હેવાથી ભગવાનની પ્રતિમા દેખતાં બોધ પામ્યો તેમ મધ્યસ્થ ધર્મ પામી શકે છે. - ૫ ૧ ચુલ્લક. ૨ પાસા ૩ ધાન્ય. ૪ ઘુત. ૫ રત્ન. ૬ સ્વ. ૭ ચક. ૮ કુર્મ. ૯ યુગ અને૧૦ પરમાણુ આ દશદણાને મનુષ્યભવ વિગેરે દુર્લભ કહેલ છે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy