________________
કે મિત્ર અથવા જે બીજે કઈ હોય તેને દીક્ષા મહોત્સવ ખુબ ઠાઠમાઠ પૂર્વક ઉજવે. ૯ જીંદગીમાં પિતાને હાથે શાસનપ્રભાવના થાય તેવા મહોત્સવ પૂર્વક કેઈને પણ ગ. પન્યાસ, ઉપાધ્યાય કે આચાર્ય પદારપણને મહત્સવ કરવો. ૧૦ પોતાના જીવન દરમિયાન શ્રાવકે કઈને કઈ આગમ કે ચરિત્ર વિગેરેના ગ્રંથ લખાવી શ્રત પૂજા કરવી. ભણનારને અનુકુળતા કરી આપી શ્રત ભક્તિ બતાવવી. ૧૧ જીવન દરમિયાન જ્યાં અનેક પુરૂષો એકઠા થઈ ધમ આરાધી શકે તેવી સુંદર પૌષધશાળા બનાવવી.
आजम्मं सम्मत्त, जहसत्ति वयाइ दिक्खगह अहवा ।
आरंभचाउ बंभ पडिमाई अंतिआरहणा ॥ १६ ॥ ભાવાર્થ-૧૨-૧૩ જીવન દરમિયાન. ૬૭ ભેદવાળું સમ્યકત્વ સ્વીકારવું તથા બાર ત્રત સ્વીકારી વતી બનવું. ૧૪ જેમણે બાળપણમાં દીક્ષા લઈ સર્વશ્રેય સાધ્યું. હોય તેમની અનુમોદના પૂર્વક જીવનમાં દીક્ષા લેવાનો નિર્ણય કરે. કોઈ કારણસર દીક્ષા ન લેવાય તો જ્યાં સુધી દીક્ષા ન લેવાય ત્યાં સુધીના વિવિધ અભિગ્રહો ધારણ કરવા અને સંસારવાસને કેદખાના સમાન સમજી પિતાને નિર્વાહ કરે, ૧૫ કેઈકૌટુમ્બિક કારણસર દીક્ષા ન લઈ શકે તે ગૃહસ્થ અવસ્થામાં રહ્યા છતાં સર્વ આરંભને ત્યાગ કરવાની કોશીષ કરે. સર્વ આરંભ સમારંભ ન છોડી શકે તે પિતાથી શક્ય હોય તે સર્વને ત્યાગ કરે. ૧૬ શ્રાવક આજીવન બ્રહ્મચર્ય પાળવાનો પ્રયત્ન કરે તે ન પાળી શકે તે પેથડશ્રેષ્ઠિએ જેમ બત્રીસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય લીધું તેમ જેમ બને તેમ જલદી બ્રહ્મચર્યના ભાવ રાખી બ્રહ્મચર્ય લે. ૧૭ શ્રાવકની અગિઆર પડિમાને વહન કરે. અને તે ન બને તે આસકિત ઘટે તે માટે વિવિધ ઉત્કટ તપશ્ચર્યામાં પિતાનું જીવન પસાર કરે. ૧૮ આયુ ષ્યનો અંત નજીક આવે ત્યારે ઘરકુટુંબ સૌ તજી દીક્ષા લે અને અણસણને સ્વીકાર કરે. જે તેમ ન બને તે શત્રુંજ્યાદિ તીર્થે જઈ શુદ્ધ ભૂમિ જોઈ ચારે આહારના ત્યાગ રૂ૫ અણસણ કરે. અને તે પણ કદાચ ન બને તે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ દસ પ્રકારની અંતિમ આરાધના કરે. ઉપસંહાર.
एअं गिहिधम्मविहिं, पइदिअहं निव्वहंति जे गिहिणो ।
इहभवि परभवि निव्वुइसुहं, लहुं ते लहन्ति एवं ॥ १७॥ ભાવાર્થ-જે શ્રાવક પ્રતિદિન આ ગ્રંથમાં કહ્યા મુજબ શ્રાવક ધર્મની વિધિને આચરે છે તે આ ભવમાં સુખ સંપત્તિ અને પરભવમાં મોક્ષસુખને પામે છે.
અથોત શ્રાવકધર્મ વિધિને આચરનાર સતિષને લઈ આ ભવમાં સુખશાંતિ મેળવે છે અને પરભવમાં તે સંસ્કાર દઢીભૂત થવાથી કલ્યાણ સાધી મોક્ષ મેળવે છે.