________________
વાત્સલ્ય કરવું ૩ વર્ષમાં અઠ્ઠાઈ મહેત્સવ, રથયાત્રા અને એકાદ તીર્થયાત્રા જરૂર કરવી. ૪ વર્ષમાં એકાદવાર પણ મોટા આડંબરથી સનાત્ર મહેસવ કરવો. ૫ વર્ષોવર્ષ અનેકવિધ ઉછામણ બોલી દેવ દ્રવ્યમાં વૃદ્ધિ કરવી ૬-૭ મહાપૂજા તથા રાત્રિ જાગરણ કરવું. ૮નવા ગ્રંથ લખાવવા તથા જ્ઞાનની પૂજા કરી શ્રુતજ્ઞાનની પૂજા કરવી. ૯ જ્ઞાન દર્શન અને ચરિત્રના તપ સંબંધી વિવિધ ઉદ્યાપન કરવાં. ૧૦ ગુરૂ મહારાજને પ્રવેશોત્સવ નુ પ ઠાઠમાઠથી કરી શાસનની પ્રભાવના કરવી. ૧૧ તેમજ વર્ષ દરમિયાન થયેલી આવના દેવ કે વિરાધના ગુરૂ સમક્ષ રજુ કરી શુદ્ધ અંતઃકરણ પૂર્વક આચના લેવી. ૬ જન્મ કૃત્ય.
जम्ममि वासठाणं, तिवग्गसिद्धीइ कारणं उचिों।
उचिअं विज्जागहणं, पाणिग्गहणं च मित्ताइ ॥ १४ ॥ ભાવાર્થ-૧ ધર્મ અર્થ અને કામની સિદ્ધિ થાય તે માટે સૌ પ્રથમ શ્રાવકે ભૂમિના દોષ વિનાનું વાસ્તુશાસ્ત્રના નિયમ સાચવી યોગ્ય નિવાસસ્થાન કરવું આ નિવાસસ્થાન પણ બને ત્યાં સુધી જે તૈયાર મળતું હોય તે બંધાવવાની કડાકૂટમાં ન પડવું. ૨ ધર્મ અર્થ અને કામની સિદ્ધિને અર્થે જેથી પિતાને સુખે નિર્વાહ થાય અને મરણ પછી સગતિ થાય તેવી વિદ્યાઓ–કળાઓ હુન્નર શિખવા. ૩ ત્રણ વર્ષની સિદ્ધિને માટે અન્ય ગેત્રવાળા છતાં કુળ, શીલ, સંપત્તિ, આચાર વિગેરેથી સમાન સાથે પિતાના પુત્ર પુત્રી આદિને વિવાહ કરવો. ૪ અવસરે અવસરે મદદરૂપ થઈ પડે તે માટે શ્રાવકે હંમેશાં મિત્રો કરવા. આ મિત્રે ઉત્તમ પ્રકૃતિના ગંભીર અને બને ત્યાં સુધી સાધમિકને બનાવવા.
चेइयं पडिमं पइट्ठा, सुआइ पव्वावणा य पयठवणा ।
पुत्थयलेहण-वायण पोसहसालाइ कारवणं ॥१५॥ ભાવાર્થ-૫ શ્રાવકે પિતાની જીંદગીમાં પિતાની શક્તિ મુજબ જિન મંદિર બનાવવું. પિતાની સંપત્તિ સારી હોય તે પત્થર કે સારા આરસમય જિનપ્રાસાદ બનાવે અને તે પ્રમાણે જે શક્તિ ન હોય તો તે છેવટે નાનામાં નાનું પણ જિનમંદિર અવશ્ય બનાવે. આ જિનમંદિર બનાવતાં એટલું ખાસ ધ્યાન રાખવું કે તેના કારીગરેનું મન ન દુભાવવું, જમીન અને વાસ્તુશાસ્ત્રની શુદ્ધિને ખ્યાલ રાખો અને તેમાં વપરાનાર લાકડું પત્થર વિગેરે નવાં અને શુદ્ધ વાપરવાં. નવું જિન મંદિર બંધાવતાં પહેલાં શ્રાવકે બને ત્યાં સુધી જીણું દેરાસર હોય તે તેને જીર્ણોદ્ધાર કરવાનું અવશ્ય રાખવું. કારણકે નવીન જિનમંદિર કરતાં પણ જીર્ણોદ્ધાર કરાવવામાં મહાન પુણ્ય કહ્યું છે. ૬ જન્મમાં કઈને કઈ જિન પ્રતિમા ભરાવવી. પિતાની શક્તિ હોય તે રત્નની, મણિની કે સુવર્ણની ભરાવવી અને તે શક્તિ ન હોય તો છેવટે પાષાણની પણ જિન પ્રતિમા ભરાવવી. ૭ જન્મમાં કઈને કઈ જિન મંદિરની શાસન પ્રભાવના થાય તેવી રીતે ભવ્ય મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવવી. તેમજ જિનમંદિરના નિભાવ માટે શક્તિ મુજબ સંપત્તિ આપવી. ૮ જેના કુળમાં કોઈને કેઈએ દીક્ષા લીધી હોય તે કુળ ઉત્તમ ગણાય છે. આથી પિતાના કુટુંબમાં પોતાના પુત્ર, પુત્રી, ભાઈ, ભત્રીજે, સ્વજન