SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં પ્રદક્ષિણા કરી શકાય ત્યાં ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા ફરતાં અને ફર્યા પછી દહેરાસરમાંથી આશાતના ટાળવા બનતું કરવું. પછી મૂળનાયક સન્મુખ જઈ સ્તુતિના શ્લોક બેલવા. પુરૂષોએ જમણી અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઉભા રહેવું. સ્તુતિ બેલતી વખતે પોતાનું અધું અંગ નમાવવું. પછી બીજી વખત “નિશીહિ” કહી, દ્રવ્યપૂજામાં જોડાવું. પૂજા કરનારે પિતાના કપાલમાં, ગળે, છાતીએ અને નાભિએ એમ ચાર તિલક કરવાં. વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા હંમેશાં કરવાનું ચૂકવું નહિ. અષ્ટપ્રકારી પૂજાને કમ, અષ્ટપ્રકારી પૂજા એટલે આઠ પ્રકારથી શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવી. એ આઠ પ્રકારમાં પહેલા ત્રણ પ્રકારની પૂજાને અંગપૂજા કહેવાય છે. બાકીના પાંચ પ્રકારની પૂજાને અગ્રપૂજા કહેવાય છે. અંગપૂજા ૧. જલપૂજ-પ્રથમ પંચામૃતથી (દૂધ, દહીં, સાકર ઘી, પાણી ભેગા કરેલા) ન્ડવણુ કરી એફખા પાણીથી હવણ કરવું. ત્રણ અંગલુંછણ પિતાના હાથેજ બહુમાનપૂર્વક બરાબર કરવાં ૨, ચંદનપૂજા–કેસર બરાસ સુખડ વિગેરેથી વિલેપન પૂજા કરવી. નવ અંગે તિલક કરવાં. પૂજા કરતાં નખ કેસરમાં બળાય નહિ અને નખ પ્રભુને અડે નહિ તથા કેસરના છાંટા પડે નહિ, એ ધ્યાનમાં રાખવું. ૩. પુષ્પપૂજા–સરસ, સુગંધિવાળાં અને અખંડ પુ િચઢાવવાં. નીચે પડેલ પુષ્પ ચઢાવવું નહિ [ ઉપર જણાવેલી ત્રણ જ પ્રભુના અંગને સ્પર્શ કરીને અડકીને કરવાની હોવાથી અંગપ્રજા” કહેવાય છે. અને બીજી પાંચ પૂજા પ્રભુની આગળ રહીને કરાતી હોવાથી અગ્રપૂજા' કહેવાય છે. ] [જેને શરીરમાંથી રસી ઝરતી હોય તેણે અંગપૂજા પિતાના ચંદન-પુષ્પ આદિથી બીજ પાસે કરાવવી અગ્રપૂજા તથા ભાવપૂજા પોતે કરવી ] અગ્રપૂજા, ૪. ધૂપપૂજા–ગભારાની બહાર પ્રભુની ડાબી બાજુએ ઉભા રહી ધૂપ કરે. ૫, દીપકપૂ–પ્રભુની જમણી બાજુએ ઉભા રહી દીપક પૂજા કરવી. ૬, અક્ષતપૂજા-અખંડ ખાવડે સાથીયો, નંદાવત્ત વિગેરે કરવું. ૭. નિવેદ્યપૂજા–સાકર, પતાસા, ઉત્તમ મિઠાઈ વિગેરે નેવેવ સાથીયા ઉપર મૂકવું. ૮. ફળપૂજા-બદામ, સોપારી, શ્રીફળ અને પાકા ફળે સિદ્ધશિલા ઉપર મૂકવાં. આઠેય પ્રકારની પૂજાની વિધિ બરાબર સાચવવી. આ આઠ પ્રકારી પૂજા કરતાં-જ્ઞાન કલસ ભરી આતમા, સમતાં રસ ભરપુર શ્રી જિનને નવરાવતાં, કમ હેય ચકચૂર ૧. વિગેરે દરેક પૂજાના કહા બેલી તે તે પૂજા કરવી
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy