________________
૪૭
શ્રી. જિન-પજન—વિધિ
શ્રાવકકુલના સુંદર આચમાં શ્રીજિનપૂજા એ સૌથી જરૂરી આચાર છે. મહાપૂન્યના ઉદયથી જૈનકુલ પામેલાએ હંમેશાં શ્રી જિનપૂજા કરવી જોઈએ. પ્રભુ પૂજા વિનાના દિવસ ખાલી જાય તેા એનું જૈનના ખાળકને બહુજ દુઃખ લાગવું જોઇએ. એ પૂજા વિધિપૂર્વક સાત શુદ્ધિ સાચવીને કરવી જોઇએ. ચાસઠ પ્રકારી પૂજામાં કહ્યું છે કેઃ—
9
સાત શુદ્ધિ સમાચરી રે પૂજીશું અમે રંગ લાલ સાત શુદ્ધિના નામે
અંગ વસન મન ભૂમિકા, પૂજેપરકણુ સાર; ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર ૧.
૧. અંગશુ≠િ—શરીર ખરાખર શુદ્ધ થઈ રહે એટલા માપસર જળથી સ્નાન કરીને કારા રૂમાલથી શરીને બરાબર લુછવું તથા ન્હાવાનું પાણી,ઢાળતાં જીવ જંતુની વિરાધના ન થાય એ ધ્યાનમાં રાખવું.
૨. વસ્ત્રશુદ્ધિ-પૂજા માટે પુરૂષોએ એ વસ્ત્ર અને સ્ત્રીએએ ત્રણ વસ્ત્ર તથા રૂમાલ રાખવા. પુરૂષોએ મુખકાશ માટે રૂમાલ રાખવાના નથી. પૂજા માટેનાં વસ્ત્ર સફેદ, ફાટયાં કે અન્યા વગરના તથા સાંધ્યા વિનાનાં રાખવાં. હુ'મેશાં ચાકમાં રહે તેમ કરવું, એ વો ખીજા કોઈ કામમાં પહેરવાં નહિ. પૂજાનાં કપડાં પહેરીને વગર નહાયેાને અડવું નહિ.
૩. મનશુદ્ધિ—જેમ બને તેમ મનને પૂજામાં સ્થિર કરવું. પૂજા કરતી વખતે ખી જીં અધું ભૂલી જવું.
૪, ભૂમિશુદ્ધિ—દહેરાસરમાં કાજૂ ખરાખર લીધેા છે કે કેમ તે જોવું. પૂજાના સાધના લેવા મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી.
૫. ઉપકરણશુદ્ધિ—પૂજામાં જોઇતાં ઉપકરણેા કેસર, સુખડ, પુષ્પ, ધૂપ, અગરબત્તી, દીપક, ચેાખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ અને તેમ ઉંચી જાતના પેાતાના ઘરના લાવવા કળશ, ધૂપધાણા, ફાનસ, અગલુંછડ્ડા વિગેરે સાધના ખૂબ ઉજળાં ચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે તેમ આહલાદ વધારે થાય અને ભાવની વૃદ્ધિ થાય.
૬. દ્રવ્યશુદ્ધિ—જિનપૂજા આદિ શુભકાર્યમાં વપરાતું દ્રવ્ય જો અન્યાયથી ઉપાજન કરેલું હાય તા ભાવની બહુજ વૃદ્ધિ થાય છે.
૭. વિધિશુદ્ધિ —સ્નાન કરીને શુદ્ધ ઉજળાં વસ્ત્ર પહેરી, પૂજાના ઉપકણા લઈ, શુભ ભાવના ભાવતાં જિનમદિરે જવુ. રસ્તામાં કોઈ અશુદ્ધ વસ્તુના સ્પર્શ ન થઈ જાય એ ધ્યાનમાં રાખવું.
દેરાસરમાં પેસતાં પ્રથમ ‘નિસીહિ' કહેવી. છેટેથી પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી ‘નમા જિણાણુ...' મેલવું.