SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ 3३६ ( શ્રાદ્ધ વિધિ જે ચારિત્ર ન આદરી શકે, તે આરંભ વર્જનાદિક તે જરૂર કરે. તેજ વાત કહે છે. એટલે દીક્ષા આદરવાનું ન બને તે આરંભને ત્યાગ કરે. તેમાં પુત્રાદિક કેઈ પણ ઘરને સર્વ કારભાર નભાવે એ હેય તે સર્વ આરંભ છે. અને જે તેમ ન હોય તે સચિત્ત વસ્તુને આહાર વગેરે કેટલેક આરંભ જેમ નિર્વાહ થાય તેમ તજ. બની શકે તે પિતાને સારૂ અને પાક વિગેરે પણ ન કરે કે કરાવે કહ્યું છે કે—“જેને માટે અનપાક (રસાઈ) થાય, તેને માટેજ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે, અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે.” એમ પંદરમું દ્વાર સમાપ્ત. ૧૬ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૧૬ શ્રાવકે ચાવજીવ બ્રહ્મચર્ય પાળવું. જેમ પિથષ્ટિએ બત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને પછી તે ભીમસેનીની મઢીમાં ગયા. બ્રહ્મચર્ય વગેરેનું ફળ અર્થદીપિકામાં કહ્યું છે. ઈતિ સેળયું દ્વારા ૧૭ શ્રાવકની પ્રતિમા વહેવી. ૧૭ તેમજ શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી આદિ શબ્દથી સંસારતારણાદિક કઠણ તપસ્યા વિશે પણ જાણવી. તેમાં એક માસિકી આદિ ૧૧ પ્રતિમાઓ કહી છે. તે બતાવે છે - दसण १ वय २ सामाइअ ३ पोसह, ४ पडिमा ५ अबंभ ६ सच्चित्ते ७॥ आरंभ ८ पेस ९ उद्दिट्ठवज्जए १० समणभूए ११ अ॥१॥ ' અર્થ–૧ પહેલી દર્શન પ્રતિમા તે રાજાભિમેગાદિ છ આગાર રહિત, શ્રદ્ધાન પ્રમુખ ચાર ગુણે કરી સહિત એવા સમકિતને ભય, લોભ, લજજા આદિ દોષવડે અતિચાર ન લાગે તેમ એક માસ સુધી પાળવું, અને ત્રિકાળ દેવપૂજા વગેરે કરવું તે રૂ૫ . જાણવી. ૨ બીજી વ્રતપ્રતિમા તે બે માસ સુધી ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં, તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી, તે રૂપ જાણવી. ૩ ત્રીજી સામાયિક પ્રતિમા તે ત્રણ માસ સુધી ઉભયકાળ પ્રમાદ તજી બે ટંક સામાયિક કરવું તથા પૂર્વે કહેલ બે પ્રતિમાની ક્રિયા પણ સાચવવી તે-રૂપ જાણવી. ૪ ચોથી પૌષધ પ્રતિમા, તે. પૂર્વોકત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચાર પર્વતિથિએ અખંડિત અને પરિપૂર્ણ પૌષધ કરે તે રૂપ જાણવી ૫ પાંચમી પ્રતિમા એટલે કાત્સર્ગ પ્રતિમા તે પૂર્વોકત પ્રતિમાની ક્રિયા સહિત પાંચ માસ સુધી સ્નાન વઈ, રાત્રિએ ચીંવિહાર પચ્ચકખાણ કરી, દિવસે બ્રહ્મચર્ય પાળવું. તથા કાછડી છૂટી રાખી ચાર પર્વ તિથિએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચૌટામાં પરીસહ કે ઉપસર્ગથીન ડગમગતાં આખી રાત સુધી કાઉસગ્ન કરે તે રૂપ જાણવી. હવે કહીશું તે સર્વ પ્રતિમામાં પણ પૂર્વોકત પ્રતિમાની ક્રિયા સાચવવી તે જાણી લેવું, ૬ છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા તે છ માસ સુધી નિર તિચાર બ્રહ્મચર્ય પાળવા સ્વરૂપ જાણવી. ૭. સાતમી સચિત્ત પરિહાર પ્રતિમા તે, સાત માસ સુધી સચિત્ત વર્જવી તે રૂપ જાણવી. ૮ આઠમી આરંભ પરિહાર પ્રતિમા તે આઠ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy