SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવશ્રાવકનાં લક્ષણ ] ૩૨૫ જેમ ઘણાં સંસારનાં કૃત્ય કરે છે, તેમ બુદ્ધિમાન પુરૂષ શક્તિ ન ગેપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધા પીડા ન થાય તેવી રીતે આદરે. ૧૨ ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરવદ્ય ધર્મક્રિયા પામીને સમ્યફ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લેકે આપણું હાંસી કરે, તે પણ તેથી મનમાં લજજા લાવવી નહિં.૧૩ દેહ સ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગદ્વેષ નહિ રાખી સંસારમાં રહેવું. ૧૪ પિતાનું હિત વાંછનાર પુરૂષ મધ્યસ્થપણામાં રહી તથા તથા નિત્ય મનમાં સમતાને વિચાર રાખી રાગ દ્વેષને વશ ન થાય તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દે. ૧૫ નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાને વિચાર કરનાર પુરૂષ ધનાદિકને ધણી છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એવો તેમને સંબધ ન રાખે. ૧૬ સંસારથી વિરક્ત થયેલે શ્રાવક ભેગેપભેગથી જીવની તૃપ્તિ થતી નથી, એમ વિચા રી સ્ત્રીના આગ્રહથી પરાણે કામગ સે. ૧૭ વેશ્યાની માફક આશંસા રહિત શ્રાવક આજે અથવા કાલે છેડી દઈશ એમ વિચાર કરતે પારકી વસ્તુની માફક શિથિલ ભાવથી ગૃહવાસ પાળે. આ રીતે સત્તર ગુણવાળો પુરૂષ, જિનાગમમાં ભાવ શ્રાવક કહેવાય છે અને એજ ભાવશ્રાવક શુભ કર્મના વેગથી શિધ્ર ભાવ સાધુપણું પામે છે. આ રીતે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. ઉપર કહેલી રીતે શુભ ભાવના કરનારે, પૂર્વે કહેલ દિનકૃત્યને વિષે તત્પર એટલે “આ નિગ્રંથ પ્રવચનજ અર્થરૂપ તથા પરમાર્થરૂપ છે, બાકી સર્વ અનર્થ છે, એવી સિદ્ધાંતમાં કહેલી રીતિ મુજબ સર્વ કાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાવડે પ્રવૃત્તિ કરનારે, કેઈ ઠેકાણે પણ જેનું ચિત્ત પ્રતિબંધ પામ્યું નથી એ અને અનુક્રમે મોહને જીતવામાં નૈપુણ થયેલ પુરૂષ પોતાના પુત્ર, ભત્રીજા વગેરે ઘરને ભાર ઉપાડવા લાયક ત્યાંસુધી અથવા બીજા કોઈ કારણસર કેટલેક વખત ગૃહવાસમાં ગાળી, ઉચિત સમયે ચારિત્ર પાળવાની તુલના કરે. પછી ચારિત્ર લેવાને અવસરે જિનમંદિરે અઠ્ઠાઈ ઉત્સવ ચતુર્વિધ સંઘની પૂજા, અનાથ વગેરેની યથાશક્તિ અનુકંપા દાન અને મિત્ર સ્વજન આદિને ખમાવવું વગેરે કરીને સુદર્શન આદિ શેઠની માફક વિધિ પૂર્વક ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે–“કંઈ પુ. રૂષ સર્વથા રત્નમય એવા જિનમંદિરવડે સમગ્ર પૃથ્વીને અલંકૃત કરે, તે પુણ્ય કરતાં પણ ચારિત્રની અદ્ધિ અધિક છે. તેમજ ચારિત્રમાં પાપકર્મ કરવાની પ્રવૃત્તિ નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણી એમનાં દુર્વચન સાંભળવાથી થનારું દુઃખ નથી, રાજા આદિને પ્રણામ કરવો પડતું નથી, અન્ન, વસ, ધન સ્થાન એની ચિંતા કરવી પડતી નથી, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લેકથી પૂજાય છે. ઉપશમ સુખમાં રતિ રહે છે અને પરલોકે મોક્ષ વગેરે પ્રાપ્ત થાય છે. ચારિત્રમાં આટલા ગુણ રહ્યા છે. માટે હે બુદ્ધિશાળી પુરૂષ ! તમો તે ચારિત્ર આવરવાને અર્થે પ્રયત્ન કરે.” ચોદમું દ્વાર સંપૂર્ણ. આરંભને ત્યાગ કર. ૧૫ હવે કદાચ કોઈ કારણથી અથવા પાળવાની શક્તિ વગેરે ન હોવાથી શ્રાવક
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy