SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ જિનપ્રતિમા ભરાવવી). ૩૧૯ જજીવની આજીવિકા એ વસ્તુઓના દાનથી તેમજ સામાયિક, પોરિસી, ઉપવાસ, માસ ખમણ, અભિગ્રહ અને વ્રત વિગેરે કરવાથી અનુક્રમે ક્ષણવાર, એક પહોર, એક દિવસ, એક માસ) છ માસ, એક વર્ષ અને જાવજજીવ સુધી ભેગવાય એટલું પૂણ્ય થાય છે? પરત જિનમંદિર. જિનપ્રતિમા વગેરે કરાવવાથી તે તેનાં દર્શન વિગેરેથી થએલું ૫ અસંખ્યાત કાળ સુધી ભગવાય છે. માટે જ આ વીશીમાં પૂર્વકાળે ભરત ચક્રવત્તિએ શત્રુંજય પર્વત ઉપર રત્નમય ચતુર્મુખથી વિરાજમાન રાશી મંડથી શોભતું, એક ગાઉ ઉંચુ, ત્રણ ગાઉ લાંબું એવું જિનમંદિર જ્યાં પાચ ક્રોડ મુનિ સહિત શ્રીપુંડરિકસ્વામિ જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા ત્યાં કરાવ્યું. ભારત, હરિણ, સંપ્રતિ મહારાજા, આમરાજા, કુમારપાળ વસ્તુપાળ અને પેથડે ભરાવેલ જિનબિંબો. તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની ટુંકને વિષે, ગિરનાર ઉપર, આબુ ઉપર, વિભાર પર્વતે, સમેત શિખરે તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરતચકવતીએ ઘણુ જિન પ્રસાદ, અને પાંચસો ધનુષ્યના પ્રમાણવાળી તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ કરાવી. દંડવીય, સગર ચક્રવતી આદિ રાજાઓએ તે મંદિરોના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા. હરિઘેણુ ચક્રવતીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી, સંમતિ રાજાએ પણ સો વર્ષના આયુષ્યના સર્વે દિવસની શુદ્ધિને માટે છત્રીસ હજાર નવાં તથા બાકીના જીણોદ્ધાર મળી સવા લાખ જિનદેરાસર બનાવ્યાં. સુવર્ણ વગેરેની સવાકોડ પ્રતિમાઓ ભરાવી. આમરાજાએ ગવદ્ધન પર્વત ઉપર સાડા ત્રણ ક્રોડ સેના હેર ખરચી સાત હાથ પ્રમાણે સુવર્ણની પ્રતિમા યુક્ત એક મહાવીર સ્વામીનું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું. કુમારપાળે તે ચૌદસે ચુંમાલીશ નવાં જિનમંદિર તથા સોળસે જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમજ છનું ક્રોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવન વિહારમાં એક પચીશ આંગળ ઉંચી મૂળ નાયકજીની પ્રતિમા, અરિષ્ઠરત્નમયી ફરતી બહાર દેરીઓમાં ચૌદ ભાર પ્રમાણની વીશ રત્નમણી, વીશ સુવર્ણમયી અને વીશ રૂપામયી. પ્રતિમાઓ બનાવી પ્રતિષ્ઠિત કરી વસ્તુપાળ મંત્રીએ તેરસો તેર નવાં જિનમંદિર અને બાવીસો જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા સવા લાખ જિન બિંબ ભરાવ્યાં. પેથડ શાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યાં. તેમાં સુરગિરિને વિષે ચૈત્ય ન હતું તે બનાવવાનો વિચાર કરી વીરમદ રાજાના પ્રધાન વિઝ હેમાદેના નામથી તેની પ્રસન્નતાને સારૂ પેથડ શાહે માંધાતાપુરમાં તથા એંકારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી. હેમાદે તુષ્ટમાન થયે અને સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને આપી. પાયે ખોદ્યો એટલે મીઠું પાણી નીકળ્યું, ત્યારે કોઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, “મહારાજ! મીઠું પાણી નીકળ્યું છે માટે વાવ બંધાવે.” તે વાત જાણતાંજ રાતે રાત પેથડ શાહે બાર હજાર ટંકનું મીઠું પાણીમાં નંખાવ્યું. આ ચિત્ય બનાવવા સારૂ સનેયાથી ભરેલી બત્રીશ ઊંટડીઓ પેથડશાહે મોકલી. પાયામાં રાશી
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy