SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના કરવી ] ૨૯૯ - - - - ૧૧ / ૧ ૧ -' ૧ ' --- મનમાં ખીજવાઈ, અને “જે એવું માઠું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત ?” એમ બીજા કેઈ અપરાધીને ન્હાને પૂછી પિતે આયણા લીધી, પણ શરમને મારે અને પોતાની મોટાઈનો ભંગ થશે એવી બીકથી લક્ષણાએ પિતાનું નામ જાહેર કર્યું નહિ, પછી તે દોષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે ‘વિગય રહિત પણે છડ, અઠમ, દશમ (ચારઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ; તેમજ ઉપવાસ સહિત બે વર્ષ; ભેજનવડે બે વર્ષ મા લખમણ તપસ્યા સેળવર્ષ અને આંબિલ તપસ્યા વીસ વર્ષ. આ રીતે લક્ષણ સાધ્વીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી આ તપસ્યા કરતાં તે સાધ્વીએ પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા અદિ મૂકી નહિ તથા મનમાં દીનપણું કિંચિત્ પણ આપ્યું નહિ.” આ રીતે દુષ્કર તપસ્યા કરી તો પણ લક્ષણ સાધ્વી શુદ્ધ થઈ નહિ છેવટે આર્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસીપણા વગેરે અસખ્યાત ભવોમાં ઘણું આકરાં દુઃખ ભોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થકરના તીર્થમાં તે સિદ્ધિગતિ પામશે કહ્યું છે કે-“શલ્યવાળો જીવ ગમે તે દિવ્ય હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે, તે પણ શલ્ય હોવાથી તેની તે તપસ્યા તદ્દન નકામી છે, જેમ ઘણે કુશળ એવો પણ વૈદ્ય પિતાને રોગ બીજા વૈદ્યને કહીને જ સાજો થાય છે, તેમ જ્ઞાની પુરૂષના પણ શલ્યને ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથી જ થાય છે. ” ૭ તેમજ આલેયણા કરવાથી તીર્થકરોની આજ્ઞા આરાધિત થાય છે. ૮ નિઃશલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે હે ભગવતા જીવ આલેયણા લેવા વડે શું ઉત્પન્ન કરે છે? જવાબ) અજુભાવને પામે જીવ અનંત સંસારને વધારનાર એવા માયાશલ્ય અને નિયાણુશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય એ ત્રણ પ્રકારના શલ્યથી રહિત નિષ્કપટ થઈ સ્ત્રીવેદને તથા નપુંસકવેદને બાંધતે નથી અને પૂર્વે બાં હોય તો તેની નિર્જરા કરે છે. આયણના આ આઠ ગુણ છે આ રીતે શ્રાદ્ધજીતકલપમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશમાત્ર ઉદ્ધાર કરી કહેલો આ આલેયણ વિધિ પૂર્ણ થયો. અતિશય તીવ્ર પરિણામથી કરેલ મહેટા તથા નિકાચિત થએલાં પાપ બાળહત્યા, સ્ત્રીહયા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, ૨ જાની સ્ત્રી સાથે ગમન વગેરે મહાપાપની સમ્યક્ પ્રકારે આલેયણા કરી ગુરૂએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તે તે જીવ તેજ ભવમાં શુદ્ધ થાય છે. એમ ન હતા તે દઢપ્રહારી વગેરેને તેજ ભવે મુક્તિ શી રીતે સંભવે ? માટે આલોયણ દરેક માસે અથવા દરવર્ષે જરૂર લેવી. આ રીતે વકૃત્ય ગાથાને ઉત્તરાઈને અર્થ કહે છે. આ પ્રમાણે રત્નશેખરસુરિ વિરચિત શ્રાદ્ધવિધ પ્રકરણમાં વર્ષકૃત્ય નામનો પાંચ પ્રકાશ સંપૂર્ણ.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy