SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ દોષ. આ દસ દોષ આલેયણા લેનારે તજવા જોઇએ, હવે સમ્યક્ પ્રકારે આલાવે તેના ગુણુ કહે છે. [ શ્રાદ્ધ વિધિ हे आल्हाइजणणं, अप्पपरनिवत्ति' अज्जर्व' सोही । તુળ બાળા, નિસછન્ન = સોહિનુળા | શ્રૂ અઃ—૧ જેમ ભાર ઉપાડનારને ભાર ઉતારવાથી શરીર હલકું લાગે છે, તેમ આલોયણા લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પેાતાના જીવ હલકા લાગે છે, ર્ આનંદ થાય છે. ૩ પેાતાના તથા ખીજાએના પણ દોષ ટળે છે, એટલે પે।તે આલોયણા લઈ દોષમાંથી છુટા થાય છે એ પ્રગટ છે, તથા તેને જોઇને ખીજાએ પણ આલોયણા લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. ૪ સારીરીતે આલોયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. ૫ અતિચાર રૂપ મળ ધાવાઈ ગયાથી આત્માની શુદ્ધિ થાય છે. ૬ તેમજ આલોયણા લેવાથી દુષ્કર કામ કર્યું એમ થાય છે. કેમકે દોષનું સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી. કેમકે. અનાદિ કાળથી દોષ સેવનના અભ્યાસ પડી ગયા છે. પણ દોષ કર્યા પછી તે લેાવવા એ દુષ્કર છે. કારણકે મેાક્ષ સુધી પહાંચે એવા પ્રબળ આત્મ વીના વિશેષ ઉલ્લાસથીજ એ કામ ખની શકેછે. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે—જીવ જે દાષનું સેવન કરે છે, તે સેવવું દુષ્કર નથી; પણ સમ્યક્ પ્રકારે આળાવવું એ જે વાત છે તેજ દુષ્કર છે, માટેજ સમ્યકૂ આલેાયણાની ગણુતરી પણ અભ્યતર તપમાં ગણી છે અને તેથીજ તે માસખમણુ વગેરેથી પણ દુષ્કર છે.’ લક્ષણૢા સાધ્વી વગેરેની આલાયા સંબધી તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છેઃ-~~ લક્ષણા સાધ્વીનું દૃષ્ટાંત. આ ચાવીશીથી અત્યંત કાળની એસીની ચાવીશીમાં એક બહુ પુત્રવાન રાજાને સેકડો માન્યતાથી એક બહુમાન્ય પુત્રી થઈ. તે સ્વયંવર મંડપથી પરણી, પશુ દે'વથી ચારીની અંદરજ પતિના મરણથી વિધવા થઈ. પછી તે સમ્યક્ પ્રકારે શિયળ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી અને જૈનધર્મને વિષે ઘણીજ તત્પર બની. એક વખતે તે ચેવીશીના છેલ્લા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષણા એવા નામથી જાણીતી થઈ. એક વખતે ચકલા ચકલીના વિષયસ ભાગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે, “અરિહંત મહરાજે ચારિત્રીયાને વિષયસેગની કેમ અનુમતિ ન આપી? અથવા તે (અરિહંત) પાતે વેદ રહિત હાવાથી વેદનું દુ:ખ જાણતા નથી.” વગેરે મનમાં ચિતવીને ક્ષણવારમાં લક્ષણા સાધ્વીને ઉંડો વિચ ૨ કરતાં પેાતાથી સ`જ્ઞ ભગવાનની આશાતના થઇ તે વિચાર આવ્યા અને પસ્તાવા કરવા લાગી. હવે હું આની આલેયણા શી રીતે કરીશ એવીતેને લજ્જા ઉત્પન્ન થઇ. તથાપિ શલ્ય રાખવાથી કોઇપણ રીતે શુદ્ધિ થતી નથી એ વાત ધ્યાનમાં લઈ તેણે આલેાયણા કરવા પોતાના આત્માને ધીરજ આપી, અને તે ત્યાંથી ગુરૂ પાસે આલેાયણુ લેવા નીકળી. એટલામાં એચિંતા એક કાંટા પગમાં ભાગ્યા તેથી અપશકુન થયા એમ સમજી લક્ષણા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy