SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ [ શ્રાદ્ધ વિધિ શંકા—લાકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીએ ઘણી પાપી કહેવાય છે, તેઓ માટે જણાવ્યું છે કે “એએ તેા ભૂમિ વિનાની ઝેરી કેળના ઝાડ સરખી, મેઘ વિનાની વિજળી સરખી, જેના ઉપર ઔષધ ચાલતું નથી એવી વ્યાધિ સખી, કારણ વિનાની મૃત્યુ સરખી, નિમિત્ત વિનાના ઉત્પાત સરખી, કૃણા વિનાની સર્પિણી સરખી અને ગુફા વિનાની વાઘણ સરખી છે. એમને તેા પ્રત્યક્ષ રાક્ષસી સમાનજ ગણવી, શુરૂ ઉપરને! તથા ભાઈ ઉપરને સ્નેહ તૂટવાનું કારણ પણ એએજ છે. તેમજ તે અસત્ય અને માયાથી ભરેલી છે. કહ્યું છે કે—અસત્ય વચન, સાહસિકપણું, કપટ,મુખતા, અતિàાલ,અશુચિપણું અને નિ યપણું એટલા સ્ત્રીઓના દોષ સ્વાભાવિક છે. ' વળી આગમમાં કહ્યુ છે કે—હે ગૌતમ ! જ્યારે અનંતી પાપની રાશિએ ઉદય આવે છે, ત્યારે આપણું પમાય છે, એમ તું સમ્યક્ પ્રકારે જાણુ.’આ રીતે સર્વે શાસ્ત્રામાં સ્ત્રીઓની નિંદા પગલે પગલે જોવામાં આવે છે માટે તેઓથી દૂર રહેવુ... ” એમ છતાં તેમનું દાન સન્માન રૂપ વાત્સલ્ય કરવું એ શી રીતે ઘટે ? સમાધાનઃ—“ સ્ત્રીએજ પાપી હેાય છે” એવા એકાંત પક્ષ નથી. જેમ સ્ત્રીઓમાં તેમ પુરૂષોમાં પણ પાપીપણું સરખું જ છે. કેમકે, પુરૂષો પણ ક્રૂરમનવાળા, ઘણા દુષ્ટ, નાસ્તિક, કૃતા, પેાતાના શેડની સાથે દુશ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જુઠ્ઠું ખેલનાર પારકું ધન તથા પારકી સ્ત્રી હરણ કરનાર, નિર્દય તથા ગુરૂને પણ ઠગનારા એવા ઘણા જોવામાં આવે છે. પુરૂષ જાતિમાં કેટલાક એવા યાકે છે, તેથી સત્યપુરૂષાની અવજ્ઞા કરવી જેમ ઘટતી નથી, તેજ પ્રમાણે સ્ત્રીજાતિમાં પણ કેટલીક દુષ્ટ સ્ત્રીઓ છે, તેથી સારી સ્ત્રીઓની અવજ્ઞા કરવી એ પણ ઉચિત નથી. જેમ ઘણી પાપી તેમ ઘણી ગુણવ'તી સ્ત્રીઓ પણ જગતમાં છે. જેમકે તીથ કરની માતાએ ઉત્તમ ગુણવર્ડ યુક્ત હોય છે. માટે ઇદ્રો પણ તેમની પૂજા કરે છે, અને મુનિએ પણ સ્તુતિ કરે છે.' લૌકિક શાસ્ત્રના જાણુ પુરૂષો પણ કહે છે કે, ' સ્ત્રીએ એવા કોઈ અદ્ભુત ગભ ધારણ કરે છે કે, જે ત્રણે જગા ગુરૂ થાય છે. માટે જ પડિત લેાકેા સ્ત્રીઓની ઘણી સ્નેાટાઈ કબૂલ કરે છે.' કેટલીક સ્ત્રીઓ પેાતાના શિયળના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળને સ્થળ સમાન, ગજને શિયાળ સમાન, સર્પને દોરડી સમાન અને ઝેરને અમૃત સમાન કરે છે. તેમજ ચર્તુવિધ શ્રીસંઘનું ચાથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે સ્ત્રીએની ઘણી નિંદા સંભળાય છે, તે પુરૂષોએ તેમને વિષે આસક્તિ ન કરવી એવા ઉપદેશ માટે જ છે. સુલસા વગેરે શ્રાવિકાઓના ગુણાની તે ખુદ તીર્થંકર ભગવાને પણુ ઘણી પ્રસંશા કરી છે. તેમની ધમને વિષે રહેલી ટટ્ટતાને ઇદ્રોએ પણુ દેવસભામાં વખાણી છે; અને જમરા મિથ્યાત્વીએ પણ એમને સમક્તિથી ચલાવી શકયા નથી. તેમજ કેટલીક શ્રાવિકાઓ તાચરમ દેહવાળી તથા કેટલીક એ ત્રણ વગેરે ભવ કરીને મેક્ષે જનારી શાસ્ત્રમાં સંભળાય છે. માટે તે શ્રાવિકાનું માતાની માફક, વ્હેનની માફક તથા પુત્રી માફક વાત્સલ્ય કરવું ઉચિત છે. આ વિષય ઉપર અહીં અમે વધુ વિસ્તાર કરતા નથી.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy