SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શકૃિત્ય ] ૨૪૫ સાધુઓએ કાઈ પાસે પણ સેવા ન કરાવવી. કારણ કે, સંવાદ, હૃત હોય' એ આગમ વચનથી સેવા કરાવવાનો નિષેધ કર્યો છે. અપવાદથી સાધુઓએ સેવા કરાવવી હોય તે સાધુ પાસેજ કરાવવી. તથા કારણ પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે મહેોટા મુનિરાજ સેવા કરાવતા નથી તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિર્જરાને લાભ થાય છે, અને વિનય પણ સચવાય છે. સ્વાધ્યાય કરો. આ પછી પ્રથમ ભણેલા “શ્રાદ્ધ દિન કૃત્ય” વિગેરે શ્રાવકની વિધિની દેખાડનાર ગ્રન્થની, ઉપશમાળા, કર્મગ્રંથ વિગેરે ગ્રંથોના પુનરાવર્તન રૂપ, તેમજ શિલાંગાદિ રથની ગાથાઓના ગણવા રૂપ અને નવકારનું વલયાકારે પુનરાવર્તન કરવું વિગેરે વિવિધ સ્વાધ્યાય પિતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતા માટે કરે. શીલાંગ રથ આ ગાથા ઉપરથી જાણો. करणे ३ जोए ३ सन्ना ४, इंदिअ ५ भूमाइ १० समणधम्मो अ १० । सिलंगसहस्साणं, अहारसगस्स निष्फत्ती ॥१॥ અર્થ-કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ વેગથી ગુણતાં નવ થયાં. તે નવને આહાર, ભય મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતા છત્રીશ થયા. તેને ચહ્યું. સ્પર્શ, શ્રેત્ર. રસ અને થ્રાણ એ પાંચ ઇથિી ગુણતાં ૧૮૦ એકસે એંશી થયા. તેને પૃથિવીકાય, અપકાય. તેઉકાય, વાયુ કાય, વનસ્પતિ કાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરેંદ્રિય, પંચેંદ્રિય અને અવકાય એ દસ જીવ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ અઢારસે થયા. તેને ૧ ક્ષાંતિ, ૨ માર્દવ, ૩ આજીવ, ૪ મુક્તિ (નિર્લોભતા), ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ. (પવિત્રતા) ૯ અકિંચ. નતા (પરિગ્રહત્યાગ) અને ૧૦ બ્રહ્મચર્ય એ દસ પ્રકારના સાધુ ધર્મે ગુણતાં ૧૮૦૦૦ અઢાર હજાર થાય. એ રીતે શીલાંગ રથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગ રથને ભાવના પાઠ આ રીતે છે -- મનની એકાગ્રતા, કર્મ નિજેરા, ભાવશુદ્ધિ અને સ્વાધ્યાય માટે શીલાંગાદિ રથને વિચાર દર્શાવવામાં આવ્યો છે. આ રથના પ્રકાર એકવીશ છે અને તેની ગાથા ૪૯ છે. ૧ શીલાંગરથ, ગાથા ૪, ૨ દશવિધ ચક્રવાલ સમાચારી રથ ગાથા ૩, ૩ ક્ષમણું રથ ગાથા ૪, ૪ શ્રમણ ધર્મરથ ગાથા ૨, ૫ સામાચારી રથ ગાથા ૨, ૬ નિયમ રથ ગાથા ૨, ૭ નિંદારથ ગાથા ૨, ૮ તારથ ગાથા ૨, ૯ સંસાર રથ ગાથા ૨. ૧૦ ધમરથ ગાથા ૨, ૧૧ સંયમ રથ ગાથા ૧, ૧૨ શુભલેશ્યાત્રિક રથ ગાથા ૪, ૧૩ અશુભ લેશ્યાત્રિક રથ ગાથા ૩, ૧૪ પ્રકરરથ ગાથા ૪, ૧૫ ઇપથિકી રથ ગાથા ૨, ૧૬ આલોચના રથ ગાથા ૨, ૧૭ રાગરિક રથ ગાથા ૨, ૧૮ જ્ઞાન દર્શન ચારિત્ર રથ ગાથા ૩ ૧૯ પચ્ચખાણ રથ ગાથા ૨, ૨૦ ધર્માગ રથ ગાથા ૧, ૨૧ કામાવસ્થા રથ ગાથા ૧
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy