SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ T ભજન અને ભોજનની વિધિ ] પિતાને સદતું હોય તેવું ભોજન કરવું. કહ્યું છે કે – ઉત્તમ પુરૂષોએ પહેલાં પિતા. માતા, બાળક, ગર્ભિણી, વૃધ્ધ અને રોગી એમને ભોજન કરાવીને પછી પોતે ભોજન કરવું. ધર્મને જાણ પુરૂ સર્વે જાનવરોની તથા બંધનમાં રાખેલા લેકેની સાર સંભાળ કરીને પછી પિતે ભોજન કરવું, તે વિના ન કરવું.” પરિમિત અને માફક આવે તે અન્નનું ભોજન કરવું. હવે જે વસ્તુ સામ્ય-અનુકુળ હોય તે વસ્તુ વાપરવી. “આહાર, પાણી, વગેરે વસ્તુ સ્વભાવથી વિરૂદ્ધ હોય તે પણ કોઈને તે માફક આવે છે તેથી તેને સામ્ય કહે છે. જન્મથી માંડીને પ્રમાણસર વિષ ભક્ષણ કરવાની ટેવ પાડી હોય તે તે વિષ પણ અમૃત સમાન થાય છે. અને ખરેખર અમૃત હેયતો પણ કઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતું હેતે તે વિષ માફક થાય છે. એ નિયમ છે. તથાપિ પથ્ય વસ્તુનું સામ્ય–અનુકુળતા ન હોય તે પણ તેજ વાપરવી અને અપથ્ય વસ્તુનું સામ્ય–અનુકુળ હોય તે પણ તે ન વાપરવી. “ બલિષ્ઠ પુરૂષને સર્વે વસ્તુ ૫ હિતકારી છે.” એમ સમજી કાળકૂટ વિષ ભક્ષણ ન કરવું. વિષશાસ્ત્રને જાણ પુરૂષ સુશિક્ષિત હોય તે પણ કોઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે. તેમજ કહ્યું છે કે-જે ગળાની નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે. માટે ડાહ્યા લેકે ગળાની નીચે ઉતરે ત્યાં સુધીના ક્ષણ માત્ર સુખને અર્થે જિન્હાની લેપતા રાખતા નથી.” એવું વચન છે માટે જિન્હાની લોલુપતા દુર કરી અભક્ષ્ય, અનંતકાય અને બહુ સાવદ્ય વસ્તુ પણ વર્જવી. પિતાની જઠરાગ્નિને માફક આવે તે પ્રમાણે પરિમિત ભેજન કરવું, જે પરિમિત ભજન કરે છે તે ખરેખર બહુ ભેજન કર્યા જેવું કરે છે. અતિશય ભેજન કરવાથી અજીર્ણ, ઉલટી, જુલાબ તથા મરણ વગેરે પણ ડીવારમાં થાય છે, કહ્યું છે કે “હે જીભ!તું ભક્ષણ કરવાનું અને બેસવાનું માપ રાખ. કારણકે, અતિશય ભક્ષણ કરવાનું અને અતિશય બલવાનું પરિણામ ભયંકર નીપજે છે. હે જીભમાં જે તે દોષ વિનાનું તથા પરિમિત ભજન કરે, તેમજ જે દોષ વિનાનું અને પરિમિત બેલે, તે કર્મરૂપ વીરોની સાથે લડતા એવા જીવ દ્વારા તેને જ જયપત્રિકા-સાબાશી મળશે એમ નક્કી જાણ હિતકારી, પરિમિત અને પરિપક્વ –બરેબર રાંધેલું અન્ન ભક્ષણ કરનારે, ડાબે પાસે શયન કરનારે, હમેશાં ફરવા હરવાની મહેનત કરનારે, વિલંબ ન લગાડતાં મળમૂત્રને ત્યાગ કરનારે અને સ્ત્રીઓની બાબતમાં પિતાનું મન વશમાં રાખનારે એવો પુરૂષ રેગેને જીતે છે.” હવે ભજન કરવાને વિધિ વ્યવહાર શાસ્ત્રાદિકના અનુસારે નીચે પ્રમાણે જાણુ. અતિશય પ્રભાત કાળમાં, તદ્દન સંધ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભેજન ન કરવું ભજન કરતી વખતે અન્નની નિંદા ન કરવી.જમતી વખતે ડાબા પગ ઉપર હાથ પણ ન રાખ. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઈ બીજે હાથે ભેજન ન કરવું ૧. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષને તળે કેઈ કાળે ભોજન ન કરવું તથા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy