SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ [ શ્રાદ્ધ વિધિ દુઃખથી હેરાન થયેલો જોઈ નાતજાતને અથવા ધર્મનો તફાવત મનમાં ન રાખતાં દ્રવ્યથી અનાદિક દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી શ્રી ભગવતી આદિ સૂત્રોમાં શ્રાવકના વર્ણનને પ્રસંગે શ્રાવકને “અવંગુઠુવાનr” એવું વિશેષણ આપેલ છે તેને અર્થ “શ્રાવકે સાધુ આદિ લોકોને પ્રવેશ કરવા માટે હંમેશાં ઘરનાં દ્વાર ઉઘાડાં રાખવાં.” એમ કહે છે. વળી તીર્થકર ભગવંતે એ પણ સાંવત્સરિક દાન દઈ દીન લોકોને ઉદ્ધાર કર્યો. વિક્રમરાજાએ પણ પિતાના રાજ્યમાંના સર્વે લોકોને જણ વિનાના કર્યા, તેથી તેના નામને સંવત ચાલ્યો. દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લોકોને સહાધ્ય આપવાથી ઘણી ફળ પ્રાપ્તિ થાય છે કહ્યું છે કે–શિષ્યની વિનય ઉપરથી, સુભટની સંગ્રામને સમય આવવાથી, મિત્રની આપદાને પ્રસંગ આવવાથી અને દાનની દુર્ભિક્ષ પડવાથી પરીક્ષા થાય છે.' સંવત ૧૩૧૫ મે વર્ષે દુકાળ પડે ત્યારે ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલજ્ઞાતના જગડુશાહે એકબાર સદાવ્રત રાખી દાન આપ્યું. કહ્યું છે કે–દુકાળ પડે છતે હમ્મીરે બાર, વીસળદેવે આઠ, બાદશાહે એકવીસ અને જગડુશાહે હજાર મૂડા ધાન્યના આપ્યા.” તેમજ અણહિલપુર પાટણમાં સિંઘાકનામે એક મહેટ સાફ થયે તેણે અશ્વ ગજ, મહેટા મહેલ આદિ ઘણી અદ્ધિ ઉપાર્જન કરી સંવત ૧૪૨૯ મે વર્ષે તેણે આઠ મંદિરો બંધાવ્યાં, અને ઘણુ મહાયાત્રાઓ કરી એક વખતે તેણે જ્યોતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુભિક્ષ પડવાને છે તે તેણે જાણ્યું, અને સિંઘાકે બે લાખ મણ ધાન્ય એકઠું કરી રાખ્યું, તેથી દુર્મિક્ષ પડે ભાવની તેજીથી તેને ઘણો લાભ થયો, આ વખતે ચોવીશ હજાર મણ ધાન્ય અનાથ લોકોને આપ્યું. હજાર બંદીવાન છોડાવ્યા છપ્પન રાજાએને છોડાવ્યા. જિનમંદિરે ઉઘડાવ્યાં. શ્રી જયાનંદસૂરિ તથા શ્રી દેવસુંદરસૂરિ વિગેરેના પગલાં સ્થાપન કર્યા. આ આદિ અનેક તેનાં ધમ જાહેર છે. માટે શ્રાવકે વિશેષ કરી ભેજન વખતે અવશ્ય અનુકંપાદાન કરવું, દરિદ્રી ગૃહસ્થ પણ ઘરમાં અન્ન–રાઈ વગેરે એટલી કરવી કે જેથી કઈ ગરીબ આવે તે તેની યથાશક્તિ આસનાવાસના કરાય. એમ કરતાં તેને કાંઈ બહુ ખરચમાં ઉતરવું પડતું નથી. કારણ કે, ગરીબ લોકેને થોડામાં પણ સંતેષ થાય છે. કહ્યું છે કે-કેળિયામાંથી એક દાણે નીચે ખરી પડે છે તેથી હાથીના આહારમાં શું ઓછું પડવાનું હતું? પણ તે એક દાણા ઉપર કીડીનું તે આખું કુટુંબ પિતાને નિર્વાહ કરી લે છે. ” બીજું એ નિરવદ્ય આહાર ઉપર કહેલી રીતે કિંચિત અધિક તૈયાર કર્યો હોય તે તેથી સુપાત્રને વેગ મળી આવે ત્યારે શુદ્ધ દાન પણ અપાય છે. બધાની સાર સંભાળ લીધા પછી જ પિતે ભોજન કરવું. તેમજ માતા, પિતા, બાંધવ, બહેન, પુત્ર, પુત્રીઓ, પુત્રની સ્ત્રીઓ, સેવક. ગ્લાન. બંધનમાં રાખેલા લોકો તથા ગાય વગેરે જાનવરે આદિને ઉચિત ભેજન આપીને, પંચ પરમેષ્ટીનું ધ્યાન કરીને તથા પચ્ચક્ખાણને અને નિયમને બરાબર ઉપગ રાખીને
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy