SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ [ શ્રાદ્ધ વિધિ રૂષનું શય્યાદાન લેનારે એ ત્રણે જણાને ફરીથી મનુષ્યને અવતાર દુર્લભ છે. ૭૦ કેઈ કાળે પાછી ન જાય એવી લક્ષમીની ઈચ્છા કરનાર પુરૂષે પોતે બલિષ્ટ પુરૂષના સપાટામાં આવતાં નેતરની પેઠે નગ્ન થવું, પણ સર્પની પેઠે કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહે. નારે પુરૂષ અવસર આવે અનુક્રમે ફરીથી મહેદી લક્ષ્મી પેદા કરે છે, પણ સર્પની પેઠે ધસી જનાર માણસ કેવળ વધને પાત્ર થઈ મૃત્યુ પામે છે, ૭૧ બુદ્ધિશાળી પુરૂષે અવસર આવે કાચબાની પેઠે અંગોપાંગને સંકેચ કરી તાડનાઓ સહન કરી, અને એગ્ય અવસર આવે ત્યારે કાળા સાપની માફક પણ ધસી જવું. એક સંપમાં રહેલા ગમે તેવા તુચ્છ લેકે હોય તે પણ તેમને બલિષ્ટ લોકે ઉપદ્રવ કરી શકતા નથી. જુઓ, સામે પવન હોય તે પણ તે એક જથામાં રહેલી વેલડીએને કાંઈ પણ બાધા ઉત્પન્ન કરી શકતું નથી. ૭૩વિદ્વાન્ પુરૂષે શત્રુને એક વાર વધારીને પછી તેને તદ્દન નાશ કરે છે. કારણ કે, પ્રથમ ગોળ ખાઈને સારી પેઠે વધારે કફ, સુખે બહાર કાઢી શકાય છે, ૭૪ સમુદ્ર જેમ વડવા નળને દરરોજ નિયમિત જળ આપે છે તેમ બુદ્ધિશાળી પુરૂષ સર્વસ્વ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ અલ્પ દાન કરીને પ્રસન્ન કરે છે. ૭૫ લેકે પગમાં લાગેલા કાંટાને જેમ હાથમાંના કાંટાથી કાઢી નાંખે છે, તેમ ડાહ્યો પુરૂષ એક તીક્ષ્ણ શત્રુથી બીજા તીર્ણ શત્રુને જીતી શકે છે. ૭૬ અષ્ટાપદ પક્ષી જેમ મેઘને શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પિતાનું અંગ ભાગી નાંખે છે, તેમ પિતાની તરફ તથા શત્રુની શકિતને વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુ ઉપર દોડે છે તે નાશ પામે છે ૭૭ કાગડીએ સુવર્ણસૂત્રથી જેમ કૃષ્ણ સપને નીચે પાડો, તેમ ડાહા પુરૂષે બળથી નહીં થઈ શકે એવું કાર્ય યુક્તિથી કરવું. ૭૮ “નખવાળા અને શીંગડાંવાળા જાનવર, નદીઓ, શસ્ત્રધારી પુરૂષો સ્ત્રીઓ અને રાજાઓ એટલાને વિશ્વાસ કેઈ કાળે કરે નહીં.” ૭૯સિંહથી એક, બગલાથી એક, કુકડાથી ચાર, કાગડાથી પાંચ, કુતરાથી છ અને ગધેડાથી ત્રણ શિખામણે લેવી. સિંહ જેમ સર્વ શક્તિ વડે એક ફાળ મારી પિતાનું કામ સાધે છે, તેમ ડાહ્યા પુરૂષે થોડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વ શક્તિથી કરવું. “બગલાની પેઠે કાર્ય વિચાર કરે. સિંહની પેઠે પરાક્રમ કરવું, વરૂની માફક લૂટવું, અને સસલાની પેઠે નાસી જવું.” ૧ સૌના પહેલાં ઊઠવું, ૨ લઢવું, ૩ બંધુ વર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪ સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભેગવવી. એ ચાર શિખામણે કુકડા પાસેથી લેવી. ૧ એકાંતમાં સ્ત્રીસંભોગ કર, ૨ પિઠાઈ રાખવી, ૩ અવસર આવે ઘર બાંધવું, ૪ પ્રમાદ ન કરે અને ૫ કેઈ ઉપર વિશ્વાસ ન રાખ, એ પાંચ શિખામણે કાગડા પાસેથી લેવી. ૧ મરજી માફક ભોજન કરવું, ૨ અવસરે અલ્પ માત્રમાં સંતોષ રાખ, ૩ સુખે નિદ્રા લેવી, ૪ સહજમાં જાગૃત થવું, ૫ સ્વામી ઉપર ભક્તિ રાખવી અને ૬ શૂરવીર રહેવું એ છ શિખામણે કૂતરા પાસેથી લેવી. ૧ ઉપાડેલ ભાર વહે, ૨ ટાઢની તથા તાપની પરવા રાખવી નહીં અને ૩ હંમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શીખામણે ગધેડા પાસેથી લેવી.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy