SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ [ શ્રાદ્ધ વિધિ બહુ માનતા નથી. બીજાને પરાભવ અથવા નિંદા કરવાથી તથા પિતાની હેટાઈ પોતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચ ગોત્ર કર્મ બંધાય છે. તે કર્મ કરેડો ભવ થએ પણ છૂટવું મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહા પાપ છે. કારણ ઘણી ખેદની વાત છે કે, નિદા કરવાથી પારકાં પાપ વગર કરે માત્ર નિંદા કરનારને ખાડામાં ઉતારે છે. એક નિંદક વૃદ્ધ સ્ત્રીનું દષ્ટાંત નીચે પ્રમાણે છે – સુગ્રામ નામના ગામમાં સુંદર નામના એક શ્રેષ્ટિ હતું. તે મોટો ધમી અને મુસાફર વિગેરે લોકોને ભેજન, વસ્ત્ર, રહેવાનું સ્થાનક વગેરે આપીને તેમના ઉપર હેટા ઉપકાર કરતા હતા. તેની પડોશમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતી હતી. તે શેઠની હમેશાં નિંદા કર્યા કરે, અને કહે કે, “મુસાફર લકે પરદેશમાં મરણ પામે છે, તેમની થાપણ વિગેરે મળવાની લાલચથી એ શ્રેષ્ઠિ પિતાની સચ્ચાઈ બતાવે વિગેરે છે.” એક વખતે ભુખ તરસથી પીડાએલો એક કાપંટિક આવ્યું, તેને ઘરમાં ન હોવાથી ભરવાડણ પાસે છાશ મંગાવીને તે પાઈ, અને તેથી તે મરી ગયે. કારણ કે, ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમડીએ મોઢામાં પકડેલા સર્ષના મુખમાંથી ઝેર પડયું હતું. કાર્પેટિક મરણ પામે તેથી ઘણી ખુશી થએલી બ્રાહ્મણીએ કહ્યું કે, “જુઓ, આ કેવું આનું ધમપણું !!” તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યો કે, “દાતાર (શ્રેષ્ઠ) નીરપરાધી છે. સર્ષ અજ્ઞાની તથા સમડીના મોઢામાં સપડાએલો હોવાથી પરવશ છે, સમડીની જાતજ સર્પને ભક્ષણ કરનારી છે, અને ભરવાડણ પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હું કને વળગું !” એમ વિચારી છેવટ તે હત્યા વૃદ્ધ બ્રાહ્મણને વળગી. તેથી તે કાળી કુબડી અને કેઢ રેગ વાળી થઈ. આ રીતે પારકા ખોટા દોષ બોલવા ઉપર લેકપ્રસિદ્ધ દષ્ટાંત છે. હવે કે રાજાની આગળ કઈ પરદેશીએ લાવેલી ત્રણ કે પરીઓની પંડિતોએ પરીક્ષા કરી. તે એમ કે –એકના કાનમાં દેરે નાખ્યો, તે તેના મુખમાંથી બહાર નીકળ્યો, તે સાંભળ્યું હોય તેટલું મોઢે બકનારી કોપરીની કિસ્મત કુટી કોડી કરી. બીજી કેપરીના કાનમાં નાંખેલ દરે તેના બીજા કાનમાંથી બહાર નીકળ્યો. તે એક કાને સાંભળી બીજે કાને બહાર નાંખી દેનારીની કિસ્મત લાખ સોનેયા કરી. ત્રીજીના કાનમાં માં ખેલે દોરો તેના ગળામાં ઉતર્યો. તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિસ્મતા પંડિતે કરી શક્યા નહીં એ સાચા દેષ કહેવા ઉપર દષ્ટાંત છે. તેમજ સરળ લોકોની મશ્કરી કરવી, ગુણવાન લોકોની અદેખાઈ કરવી, કૃતઘ્ન થવું, ઘણા લોકેની સાથે વિરોધ રાખનારની સોબત કરવી, લેકમાં પૂજાએલાનું અપમાન કરવું સદાચારી લોક સંકટમાં આવે રાજી થવું. આપણામાં શક્તિ છતાં આફતમાં સપડાયેલા સારા માણસને મદદ ન કરવી, દેશ વિગેરેની ઉચિત રીતભાત છેડવી, ધનના પ્રમાણથી જાણે ઉજળે અથવા ઘણો મલિન વેષ વિગેરે કરવો. એ સર્વ લોકવિરૂદ્ધ કહેવાય છે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy