SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ [ શ્રાદ્ધ વિધિ છે.” એવા બહાનાથી તે સૂઈ રહી, અને ઘણી ઘણી બૂમ પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા, ત્યારે તેણે કહ્યું. “મને પહેલાં પણ કઈ કઈ વખતે એવો દુખાવો થત હતું ત્યારે ઊંચાં મોતીના ચૂર્ણના લેપથી તે મટતે.” તે સાંભળી સસરાને ઘણે હર્ષ થયું. તેણે તુરત ઊંચાં મોતી મંગાવી વાટવાની તૈયારી કરી, એટલામાં વહુએ જે ખરી વાત હતી તે કહી. ધર્મકૃત્યમાં ખરચ કરવું એ એક લક્ષ્મીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથીજ તે સ્થિર થાય છે. કહ્યું છે કે–આપવાથી ધનને નાશ થાય છે, એમ તું કઈ કાળે પણ સમજીશ નહિ. જુઓ કૂવા, બગીચા, ગાય વિગરે જેમ જેમ દેતી જાય છે, તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે – વિદ્યાપતિ નામે એક શ્રેષ્ઠિ ઘણે ધનવાન હતું. લક્ષમીએ સ્વપ્નમાં આવી તેને કહ્યું કે, “ આજથી દશમે દિવસે હારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેષ્ઠિએ પોતાની ૧ ના કહેવાથી સર્વે ધન તેજ દિવસે ધર્મના સાત ક્ષેત્રોમાં વાપર્યું, અને તે ગુરૂ પાસેથી પરિગ્રહનું પ્રમાણુ કરીને રાત્રે સુખે સુઈ રહ્યો. પ્રભાત સમયે જોયું, તે પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ધન તેના જેવામાં આવ્યું. ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મ કૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ ગયા. દશમે દિવસે ફરી સ્વપ્નમાં આવી લક્ષમીએ કહ્યું કે, “હારા પુણ્યને લીધે હું હારા ઘરમાં જ ટકી રહી છું.” લક્ષમીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેષ્ઠિ પરિગ્રહ પરિમાણ વ્રતને કદાચ ભૂલથી ભંગ ન થાય, એવા ભયથી નગર મૂકી બહાર જઈ રહ્યો. એટલામાં કઈ એક રાજા પછવાડે પુત્ર મુક્યા વિના મરી ગયા હતા, તેની ગાદીએ ગ્ય પુરૂષને બેસારવાને માટે પટ્ટહસ્તીની શંઢમાં મંત્રી વગેરે લોકેએ અભિષેક કળશ રાખ્યો હતો. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેષ્ઠિને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે વિદ્યાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજય ચલાવ્યું, અને છેવટ તે પાંચમે ભવે મોક્ષ પામે. અન્યાયથી ધન ઉપાર્જન કરવું – ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કેઈ શક રાખતું નથી, પણ જ્યાં - ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કોઈ પ્રકારની હાનિ થતી નથી, અને તેની સુખબસમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કરવું તે ઉપર કહેલી રીતે આ લેકમાં તથા પરલેકમાં લાભકારી છે કેમકે –“પવિત્ર પુરૂષે પિતાની શુદ્ધ ચાલ ચલગતના બળની મગરૂરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે. પણ પાપી પુરૂષ પિતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે એક કથા છે– દેવ અને યશ નામે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા કેઈનગરને વિષે માર્ગમાં પડેલું રત્નજડિત કુંડલા તેમના જેવામાં આવ્યું. દેવશ્રેષ્ટિ સુશ્રાવક, પિતાના વ્રતને ૪
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy