SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વડનગરના દેવરાજ, ઈડરના ગોવિંદ શેઠ, અમદાવાદના ગુણરાજ વિગેરે સોમસુંદર સૂરિની સાનિધ્યતામાં સંઘ કાઢી સંઘવી થયા હતા. આચાર્ય દેવસુંદરસુરિથી માંડીને ગ્રંથ લખાવવાનું, પ્રતિમાઓ ભરાવવાનું અને જિનમંદિર બંધાવવાનું કાર્ય શરૂ થયેલ તે સોમસુંદરસૂરિના સમયમાં ખુબ વિસ્તાર પામ્યું હતું. સમિસુંદરસૂરિના ઉપદેશથી ખંભાતના પર્વતે ૧૧ અંગે વિગેરે ઘણુ ગ્રંથ લખાવ્યા હતા, સેમસૌભાગ્ય કાવ્યના રચયિતા પ્રતિષ્ઠામ, દસમા સર્ગમાં સોમસુંદરસુરિ પછી. ૧ મુનિસુંદરસુરિ, ૨ જયચંદ્રસૂરિ, ૩ ભુવનસુંદરસુરિ, ૪ જિનસુંદરસુરિ ૫ વિશાળરાજસૂરિ ૬ ગુણેાદયનંદીસૂરિ ૭ રાજશેખરસુરિ. ૮ સેમદેવસૂરિ ૯ લક્ષમીસાગરસુરિ વિગેરેને ગણાવે છે. ગુવવળી, વિ. સં. ૧૪૬૪ મુનિસુંદરસૂરિએ રચી છે. વિ.સં. ૧૪૬૪માં મુનિસુંદરસૂરિ આચાર્ય થયા ન હતા. એટલું જ નહિં પણ તે સામાન્ય સાધુ હતા કારણકે ગુર્નાવલીમાં તેઓ પિતાને શ્રીદેવશેખરવાચકના શિષ્ય મુનિસુંદર તરીકે ગણાવે છે. આ ગુર્વાવળીની રચના વખતે મુનિસુંદરસૂરિ જયચંદ્ર, ભુવનસુંદર, જિનસુંદરને વાચક તરીકે ઉલેખે છે. આથી લાગે છે કે પોતાના કરતાં પણ આ મહાત્માએ દીક્ષા પર્યાયે અને પદસ્થપણે મોટા હશે. ગુરૂગુણરત્નાકરકાવ્ય. વિ. સં. ૧૫૪૧માં સોમદેવસૂરિના શિષ્ય ચારિત્રહસ શિષ્ય સમદેવગણિએ લખ્યું છે. તેમાં લક્ષ્મીસાગરસુરિનું વર્ણન આપ્યું છે. આમાં લક્ષ્મીસાગરસુરિની ઉપાધ્યાય પદવી વિ.સં. ૧૫૦૧માં થઈ છે તે વખતે જે આચાર્યો છે તેના વર્ણનમાં મુનિસુંદરસુરિ, જ્યચંદ્રસુરિ, જિનકીર્તિ સુરિ વિશાળરાજ સુરિ, રત્નશેખરસુરિ, ઉદયનંદિસૂરિ સમદેવસૂરિ, ગુણદયનંદીસુરિ વિગેરેનું વર્ણન આપ્યું છે. - સેમસુંદરસુરિનું સ્વર્ગગમન વિક્રમ સં. ૧૪લ્માં થયું હતું. આમ દ૯ વર્ષના પૂર્ણ આયુષ્યમાં ૪૨ વર્ષ તે ગચ્છનાયક રહ્યા હતા. તે કાર્ય દરમિયાન તેમણે શિથિલાચારને દુર કરવા સંઘમર્યાદાપટ્ટક તૈયાર કર્યું હતું. તેની ૩૬ કલમે છે. રત્નશેખરસુરિ– આ શ્રાદ્ધવિધિ ગ્રંથના કર્તા રત્નશેખરસુરિ મહારાજને જન્મ. વિ. સં. ૧૪૫૭ (૧૪૫૨)માં થયો હતો. તેમણે વિ. સં. ૧૪૬૩ માં દીક્ષા લીધી હતી. તેમને વિ. સં. ૧૪૮૩માં પંડિત પદ અને વિ. સં. ૧૪૯૩ માં તેમને ઉપાધ્યાય પદ મળ્યું હતું. તેમની આચાર્યપદવી વિ. સં. ૧૫૦૨માં થઈ હતી. આ ગ્રંથકાર રત્નશેખરસૂરિના દીક્ષા દાતા ગુરૂ સાધુરતનસૂરિ મહારાજ છે. વિદ્યા દાતા ગુરૂ ભુવનસુંદર આચાર્ય છે. અને આચાર્ય પદ દાતા મુનિસુંદરસૂરિ મહારાજ છે. *अहो तेषां कराम्भोजवासानां सुप्रभावता । વાતો ચૈમ્પિો ઘઉં મુનિસુંદર ૪૨ ગુર્નાવલી.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy