SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. ધર્મ ધષસૂરિ. આચાર્ય દેવેન્દ્રસૂરિ પછી તેમની પાટે છેતાલીસમા પટ્ટધર ધર્મશેષ સુરિ થયા તેમણે સંઘાચારભાષ્યવૃત્તિ, ચતુર્વિશતિ જિનસ્તુતિ, કાલસપ્તતિ, દેવેરનિશ સ્ત્રોત્ર વિગેરે ગ્રંથે લખ્યા છે. આ ધર્મઘોષસૂરિ પેથડ શેઠના પ્રતિબંધક ગુરુ હતા. તે માંત્રિક તપસ્વી અને પ્રભાવિક પુરૂષ હતા. ધર્મઘોષસૂરિ વિ. સં. ૧૩૫૭માં સ્વર્ગગમન પામ્યા હતા. પેથડશેઠ. અવંતિમાં નાદ્રી નગરમાં ઉકેશ વંશમાં દેદ નામે એક દરિદ્ર શ્રાવક હતે. એક વખત કોઈ યોગીએ સુવર્ણરસ સિદ્ધિ કરી તેને આપે. રાજા આગળ કેઈએ “દેદને જમીનમાંથી નિધિ મળે છે તેવી ચાડી ખાધી. રાજાએ દેદને જેલમાં નાંખ્યો. દેદ સ્તંભન પાર્શ્વનાથની સ્તુતિના પ્રભાવથી છૂટ અને ખંભાત ગયે, અહિં તેને પૃથ્વીધર (પેથડ) નામે પુત્ર થયો. દેદના મૃત્યુ પછી લક્ષમી જતી રહી. પેથડ નિર્ધન બન્યું. એક વખત વિજાપુરમાં ચાતુર્માસ માટે રહેલા ધર્મઘોષસૂરિની દેશના સાંભળી તેણે પરિગ્રહ પરિમાણુ વ્રત લીધું. તે દિવસે પેથડ માંડવગઢને મંત્રી થયે તેમજ ચિત્રાવેલી મેળવી રાશી જિનમંદિરા કરાવ્યાં છપ્પન ધડી સેનું ખર્ચ ઈન્દ્રમાળા પહેરી, શત્રુંજય ઉપર એકવીશ ધડી સેનુ ખચી શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. માંડવગઢમાં જ્યારે ધર્મઘોષસૂરિ પધાર્યા ત્યારે બહોતેર હજાર રૂપિયા ખચી પ્રવેશોત્સવ કર્યો. પેથડે સાત મેટા જ્ઞાનભંડાર કરાવ્યા. ૩૬ હજાર સોનામહોર મુકી ભગવતીસૂત્ર ધર્મઘોષસૂરિ પાસે સાંભળ્યું અને અગિઆરે અંગે ગુરુમહારાજ પાસે શ્રવણ કર્યા, દેવગિરિમાં મહાન પ્રાસાદ બંધાવ્યો. એક વખત એક ગૃહસ્થ તરફથી ચતુર્થવ્રત ધારીઓને વેષની પ્રભાવના થઈ. આ ગૃહસ્થ પેથડને પણ મહા ધર્મિષ્ટ માની વેવ મેક. આ વખતે પેથડની ઉંમર બત્રીશ વર્ષની હતી. પેથડે તેજ વખતથી ચોથું વ્રત સ્વીકાર્યું. પેથડને ઝાંઝણ નામે પુત્ર થયે, આ પુત્ર પણ પેથડ જેવેજ દાતા, પરાક્રમી અને ધર્મપ્રભાવક હતું, (આના સબંધમાં વધુમાટે જુએ ઉપદેશ તરંગિણી, સુકૃત સાગર તથા પેથડ પ્રબંધ. ). આ ધર્મષસૂરિ સબંધી ચમત્કારના અનેક પ્રસંગો છે. તેમને એક વખત સર્પદંશ થયે. તે સર્પદંશ વિષવેલથી ઉતાર્યો પણ ત્યારથી જીંદગી ભર સુધી છે એ વિષયને ત્યાગ કર્યો. ઉજજૈનમાં કઈ માંત્રિકગીથી સાધુઓની વારે ઘડી પજવણી થતી હતી તે ઉજૈનીમા જઈ ધમષસૂરિએ દુર કરી અને દેગી તેમને નમી ક્ષમા યાચવા લાગ્યો. છેવટે વિ. સં. ૧૩૫૭ માં ધર્મઘોષસૂરિ સ્વર્ગગમન પામ્યા. સેમપ્રભસૂરિ. શ્રી ધર્મઘોષસૂરિની પાટે સુડતાલીસમા સેમપ્રભસૂરિ થયા. તેમને જન્મ વિ. સં. * આ ચોરાશી જિનમંદિર અને તેના મૂળ નાયક સબંધી સંમતિલકસૂરિએ ૧૬ કાવ્યનું તેત્ર રચ્યું છે જે ગુર્નાવલીમાં છે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy