SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમદેવના મહામંડલેશ્વર સેમસિંહની અનુમતિ લઈ આ બે મંત્રીશ્વરાએ વિમલવસહીની જોડે કરડે રૂપીયા ખરચ લુણિગવસહી નામે ભવ્ય મંદિર વિ. સં. ૧૨૮૬ માં બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા. વિ સં. ૧૨૮૭ માં નાગેન્દ્રગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ પાસે કરાવી. વિ. સં. ૧૨૮૪ માં તારંગામાં પદ્માવતીની મૂર્તિ કરાવી, અને સં. વિ. સં. ૧૨૮૫ માં ત્યાં બે ગોખ કરાવ્યા, વિ. સં. ૧૨૮૫ માં શેરીસામાં બે ગોખલા બંધાવ્યા, વિ. સં. ૧૨૮૮ માં ગિરનાર પર્વત પર પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, વિ. સં. ૧૨૮૯ માં ખંભાતમાં ભવ્ય પૌષધશાળા બનાવરાવી અને ૧૨૮૯ થી ૧૨૯૪ સુધીમાં આબુ ઉપર કેટલીક દેવકુલિકાઓ બંધાવી. વસ્તુપાળે પિતાના પિતા અશ્વરાજ સાથે ૧૨૪૯ અને ૧૨૫૦ માં શત્રુંજય ગિરનારની યાત્રા કરી અને પિતે સંઘપતિ બની શત્રુંજ્ય અને ગિરનારની યાત્રા વિ. સં. ૧૨૭૭, ૧૨૯૦, ૧૨૯, ૧૨૨, ૧૨૯૩ માં કરી. આ ઉપરાંત એકલા શત્રુંજયની સપરિવાર સંઘપતિ બની. વિ. સં. ૧૨૮૩, ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯ માં કરી. વિ. સં. ૧૨૮૬ ના મહા સુદ પાંચમે વસ્તુપાળ સ્વર્ગવાસ પામ્યા અને વિ. સં. ૧૩૦૪ માં તેજપાળ સ્વર્ગવાસ પામ્યા. વસ્તુપાળ અને તેજપાળના જીવન ચરિત્ર માટે પિતાનું બનાવેલું નરનારાયણાનંદકાવ્ય, સેમેશ્વરકૃત કાર્તિકૌમુદી કાવ્ય (વિ. સં. ૧૨૮૨), ગીરનાર તથા આબુની બે પ્રશસ્તિઓ (વિ. સં. ૧૨૮૮), અરિસિંહકૃત સુકૃતસંકીર્તન (વિ. સં. ૧૨૮૫), જયસિંહકૃત હમીરમદમર્દન નાટક તથા વસ્તુપાળ પ્રશસ્તિ કાવ્ય, ઉદયપ્રભસૂરિકૃત ધમ મ્યુદય કાવ્ય તથા સુકૃતકીર્તિકાલ્લોલિની કાવ્ય, બાલચંદ્રસૂરિકૃત વસંત વિલાસ, મેરૂતુંગ. કૃત પ્રબંધ ચિંતામણિ, જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પ, રાજશેખરકૃતચતુવિંશતિપ્રબંધ વિગેરે ૨૧-૨૨ ગ્રંથે ઉપલબ્ધ થાય છે. વસ્તુપાળ અને તેજપાળ પિતાના પિતૃપક્ષીયગુરૂનાગૅદ્રગછીયવિજયસેનસૂરિ, માતૃપક્ષીય ગુરૂ નરચંદ્રસૂરિ, જયસિંહસૂરિ, બાલચંદ્રસૂરિ અમરસૂરિ, ઉદયપ્રભસૂરિ, જગચંદ્રસૂરિ, દેવેન્દ્રસૂરિ, વિજયચંદ્રસૂરિ વિગેરે વિગેરે સર્વ મુનિ પુંગના વિશેષ પરિચયમાં હતા. મંત્રી વસ્તુપાળ અને તેજપાળના સમયમાં અનેક તાડપત્રી પ્રતે વિગેરે ખુબ ખુબ સાહિત્ય લખાયું છે અને વિવિધ નવું નવું સાહિત્ય સર્જાયું છે. જગડુશા. આ. વિજયદેવેન્દ્રસૂરિના સમયમાં ભદ્રેશ્વરમાં શ્રીમાળી જગડુ શાહ થયો વિ. સં. ૧૩૧૨ થી ૧૩૧૫ માં ભયંકર દુષ્કાળ પડે. માણસ અને ઢેરે ઠેર ઠેર મારવા લાગ્યાં ત્યારે જગડુશાહે ઠેર ઠેર દાનશાળાઓ ખેલી જીવને બચાવ્યા. તેણે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી સંઘપતિ પદ મેળવ્યું હતું, જીર્ણમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તેણે જેનધર્મના પ્રભાવના માટે શિવમંદિરે મરછ પણ બંધાવી હતી. (વધુ માટે જુએ સર્વાનંદસૂરિકૃત જગડુચરિત્ર)
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy