SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ [ શ્રાદ્ધવિધિ અપાય, ત્યાં સુધી અન્ન વસ્ત્ર સિવાય વધારે દ્રવ્યને મારે સંગ્રહ ન કરે.” અને આ નિયમની સાથે શુદ્ધ શ્રાવકધર્મ પણ તેણે ગુરૂની સાખે આદર્યો. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણીના બદલામાં દશ લાખ કાંકિણ તેણે થોડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. અને દેવદ્રવ્યના અણુમાંથી છૂટયા પછી ઘણું દ્રવ્ય ઉપાઈને તે પિતાને નગરે આવ્યું. પછીથી તે જિનમંદિરોની સાર સંભાળ સર્વ શક્તિથી કરવા લાગ્યો અને દેવદ્રવ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ કરી પૂણ્ય ઉપાર્જયું તથા છેવટે તેણે જિનનામકર્મ બાંધ્યું. પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઈ પ્રથમ સ્થાનકની આરાધના કરી, પૂર્વે બાંધેલું જિનનામકર્મ નિકાચિત કર્યું. સર્વાર્થસિદ્ધ મહાવિમાને દેવતાપણું ભોગવી અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની ઋદ્ધિ જોગવી સાગર શ્રેષિને જીવ નિપુણ્યક મુક્તિપદને પામ્યો. આ રીતે દેવદ્રવ્ય ઉપર સાગરશ્રેણિની કથા કહી છે. જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ઉપર. કર્મસાર અને પુયસારનું દાન્ત, ભેગપુર નગરમાં ધનાવહ નામે શેઠ રહેતે હવે તેને ધનવતી નામે સ્ત્રી હતી. તેમને કર્મસાર અને પુયસાર નામે બે સુંદર પુત્રો એક સાથે જન્મ્યા. શેઠે બન્ને પુત્રોને સર્વ વિદ્યા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને મૂક્યા. પુણ્યસાર સુખથી સર્વે વિદ્યાઓ ભ, કર્મસાર ઘણે પરિશ્રમ કર્યા છતાં કાંઈ ભણું શકયો નહિ. બન્ને પુત્ર યુવાવસ્થામાં આવ્યા, ત્યારે મા બાપે ધન ઘણું હેવાથી બન્ને જણાને ગાજતે વાજતે પરણાવ્યા. “માહો માંહે કલહ ન થવું જોઈએ” એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર કોડ સેનૈયા જેટલે ભાગ વહેંચી આપી બને પુત્રોને જૂદા રાખ્યા અને ધનાવહ શેઠ પિતાની પત્ની સાથે દીક્ષા લઈ સ્વર્ગે ગયે. - શ્રી હરિભદ્રસૂરિ મહારાજે રચેલ ઉપદેશ પદની ટીકા-વિક્રમ સં. ૧૧૭૪માં અણહિલ પાટણમાં મુનિચંદ્રસૂરિજીએ કરેલ છે. આ ૧૨ ઉપદેશપદની ગા. ૧૪-૧૫માં ગ્રંથકાર આચાર્ય મહારાજ જણાવે છે કે ચૈત્યદ્રવ્યને જે નાશ કરે છે તે ધર્મને જાણ નથી અથવા નરકના આયુષ્યને બંધ કરેલ હોવાથી તે નિષ્ફર પરિણામી છે; તેમજ જે સાધુ પણ ચેત્યદ્રવ્યને નાશ થતે જે છતાં ઉપેક્ષા રાખે તે અનંત સંસારમાં રખેડે છે. ગ્રંથકાર મહારાજ આગળ તે ગ્રંથની ગાથા. ૧૭–૧૮માં જણાવે છે કે જીનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક જીનદ્રવ્યનું રક્ષણ કરનાર અપસંસારી થાય છે, અને જિનદ્રવ્યને વધારનાર તિર્થંકરનામ કમને મેળવે છે. મુનિચંદ્રસૂરિજી મહારાજ ટીકામાં “ કાજુ જમા.”ની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ કરે છે કે “દેવમંદિરના દર્શ નાર્થે આવતા સંવિગ્ન ગીતાર્થ આચાર્યોના ઉપદેશથી સમ્યજ્ઞાન અને દર્શનની વૃદ્ધિ થાય છે, તે પણ ચૈત્યરૂપ જિનદ્રવ્યને પ્રભાવ છે.' નહિ કે અહિં ચૈત્યદ્રવ્યને ઉપયોગ જ્ઞાનમાં કર તેમ શાસકાર કહે છે. અહિં તે શાસ્ત્રકાર, કહે છે કે ચૈત્રદ્રવ્ય પિતાના સ્થાનકે રહીને જ જ્ઞાનગુણ અને દર્શનગુણુનું પ્રભાવક છે. આ ઉપદેશપદની ગાથા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy