SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ [ શ્રાદ્ધવિધિ તેનો મામો તેને પિતાને ઘેર લઈ ગયે.દેવગે તેજ દિવસની રાત્રિએ મામાનું ઘર ચરોએ લૂટ્યું. એમ જેને જેને ઘેર તે એક દિવસ પણ રહ્યો, તે સર્વને ત્યાં ચેર, ધાડ અગ્નિ વગેરેને ઉપદ્રવ થયા. નિપુણ્યક છેવટે દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિ નગરીએ ગયો. ત્યાં વિનયંધર શ્રેષ્ઠીને ત્યાં ચાકરપણે રહ્યો. જે દિવસે તે રહ્યો તેજ દિવસે વિનયધર શ્રેષ્ઠિનું ઘર સળગ્યું. તેથી તેણે પિતાના ઘરમાંથી તેને કાઢી મૂક્યો. પછી શું કરવું? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપાર્જેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યું. કહ્યું છે કે –“સર્વે જીવ સ્વવશપણે કર્મ કરે છે, પણ તે ભેગવવાને અવસર આવે ત્યારે પરવશ થઈને ભગવે છે. છેવટે નિપુણ્યક “ગ્ય સ્થાનને લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરક્ત આવે છે.” એમ વિચારી સમુદ્રતીરે ગયે, અને ધનાવહ શ્રેષ્ઠિની ચાકરી કબૂલ કરી. વહાણ ઉપર ચઢો, અને શ્રેણીની સાથે ક્ષેમ કુશળથી પરદ્વીપે ગયે, હવે મનમાં વિચાર કરવા લાગ્યું કે, “હારું ભાગ્ય ઉઘડયું લાગે છે કારણકે, હું અંદર બેઠા છતાં વહાણ ભાગ્યે નહિં. અથવા હારું દુદેવ આ વખતે પોતાનું કામ ભૂલી ગયું. કે શું? રખેને પાછા વળતાં તેને તે યાદ આવે!” નિપુણ્યકના મનમાં આવેલી આ કલ્પના ખરી કરવાને અર્થે જ કે શું? તેના દુદેવે પાછા વળતાં તે વહાણના કટકા કર્યા. દેવયોગથી નિપુણ્યકને હાથ પાટિયું આવ્યું તેની મદદથી તે સમુદ્ર કાંઠાના એક ગામે આવ્યો, અને ત્યાંના ઠાકરના આશ્રય તળે રહ્યો. એક દિવસે એ ઠાકરના ઘરે ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકરને પુત્ર જાણું બાંધીને તેઓ પોતાની પલ્લીએ લઈ ગયા. તેજ દિવસે બીજા કેઈ પલ્લી પતિએ ધાડ કરનારને અનેક ગેરલાભ જણાવ્યા છે. જગતમાં મહાપાપી અને અદષ્ટવ્ય મુખવાળા ગણાતા, સાધ્વી સ્ત્રીનું શીયળ ભ્રષ્ટ કરનારા, ધર્મને વગેવનારા ભયંકર માનવીઓ સાથે દેવદ્રવ્યને હરણ કરનારને સંબોધપ્રકરણ પૃ. ૪માં સરખાવેલ છે. તેમજ તેમના ઘેર જમનારને તથા તેમની જોડે સંબંધ રાખનારને પણ દ્રવ્યસપ્તતિકામાં પ્રાયશ્ચિત્તને નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત જૈન શાસ્ત્રીય ગ્રંથોમાં દેવદ્રવ્યનું હરણ કરનાર કેવાં ભયંકર દુઃખ પામે છે, તેના ઉદાહરણ પણ મળે છે અને તેનું રક્ષણ કરનાર કેવી રીતે સમૃદ્ધિ પામે છે. તેના દષ્ટાંત પણ ઘણાં પ્રાચીન જૈનશાસ્ત્રોમાં મળે છે. વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં થયેલ સિદ્ધર્ષિ ગણિ મહારાજે કરેલ શ્રી ૧૦ ચંદકેવલિચરિત્ર વિક્રમ સં ૫૯૮ માં પૂર્વ પ્રાકૃત પ્રબંધને આધારે રચેલ છે. તેમાં પૃ. ૬૫ ઉપર ગાથા ૨૭–૩૮ માં જણાવે છે કે સિદ્ધપુરના શ્રાવકે કે જેમણે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું છે. તેમને ત્યાંથી ભેજન લેવું વ્યાજબી નથી. આથી ત્યાં શ્રી ચંદકેવલી ભજન લેતા નથી અને ત્યાં આગળ ગ્રંથકારે દેવદ્રવ્ય ભક્ષણ કરનારને સાતમી નારકી દેવદ્રવ્ય વધારનારને તીર્થકર નામકર્મની પ્રાપ્તિ અને દેવદ્રવ્યથી પિતાના પૈસાની વૃદ્ધિ કરનારને કુળ અને ધનના નાશ જેવા અનિષ્ટ થાય છે. તેમ શ્રીચંદના મુખે કહે છે અને તેમ કહી શ્રીચંદ સિદ્ધપુરના સંધને દેવત્રણમાંથી મુક્ત કરે છે. તે જણાવ્યું છે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy