SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ] ૧૧૧ કેટલાક અજ્ઞાની લેકે જિનેશ્વર ભગવાનની આણાથી વિપરીત માગે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતા ઉલટા સંસારમાં ડૂબે છે.” “શ્રાવક શિવાય બીજા લોકેની પાસેથી બદલામાં વદ્યારે વસ્તુ રખાવી તથા વ્યાજ પણ વધારે લઈ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે” એ કેટલાક લોકેને અભિપ્રાય છે. સમ્યકત્વવૃત્તિ આદિ ગ્રંથમાં સંકાશની કથાને વિષે એમજ કહ્યું છે. દેવદ્રવ્યના ભક્ષણ રક્ષણ ઉપર સાગરશ્રેષ્ઠીનું દષ્ટાન્ત. સાકેતપુર નામના નગરમાં સાગર નામને શ્રાવક રહેતું હતું. ત્યાંના શ્રાવકેએ સાગર શ્રેષ્ઠિને સુશ્રાવક જાણ સર્વ દેવદ્રવ્ય સોંપ્યું અને કહ્યું કે “મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્ય મહેનત પ્રમાણે આપજે” પછી સાગર શ્રેષિએ લોભથી તે દેવદ્રવ્ય વાપરીને ધાન્ય, ગોળ, ઘી, તેલ, કપડાં આદી ઘણી ચીજો વેચાતી લઈ મૂકી, અને સૂતાર વગેરેને રેકડનાણું આપવાના બદલામાં તેમને ધાન્ય, ગોળ, ઘી આદી વસ્તુઓ આપતે અને તેમાંથી તેણે એક હજાર કાંકિણને અંગત લાભ ઉઠાવ્યો. આથી તેણે ઘેર પાપ કર્મ ઉપાર્જન કર્યું. અને તે પાપને આલેચ્યા વિના તે મૃત્યુ પામી જલમનુષ્ય તરીકે ઉત્પન્ન થયો, ત્યાં તેને વજઘરટ્ટમાં પી. ત્યાંથી મરણ પામી ત્રીજી નરકે ગયો. વેદાંતમાં પણ કહ્યું છે કે–દેવદ્રવ્યથી તથા ગુરૂદ્રવ્યથી થએલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી. કેમકે, તેથી ઈલેકે કુલ નાશ અને મરણ પછી નરક ગતિ થાય છે.” એમ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં ભમતાં તેણે પૂરા કર્યા. પછી ધણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે વસંતપુર નગરમાં વસુદત્ત શ્રેષ્ઠિની સ્ત્રી વસુમતિની કુખે પુત્રપણે ઉત્પન્ન થયા. તે ગર્ભમાં હતું ત્યારે વસુદત્ત શ્રેષ્ટિ મરણ પામે, અને તેને પાંચમું વર્ષ બેસતાં વસુમતી પણ દેવગર્ થઈ. તેથી લોકેએ તેનું “નિપુણ્યક” એવું નામ પાડયું. ગ્રહણ કરનાર પતે દેવને પ્રત્યેનીક બને છે. ૮પંચક૫ ભાષ્ય ગાથા ૧૫૭૦–૭૩માં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે દેવમંદિરનું દ્રવ્ય કેઇ હરણ કરતું હોય તેમાં સંસારથી નિરપેક્ષ એ મુનિ પણ ઉપેક્ષા કરે તે તેની સંયમશુદ્ધિ નથી. વિશેષમાં ત્યાં જણાવ્યું છે કે ચારિત્રી મુનિ અને અચારિત્રી-શ્રાવક સૌ કેઈએ તેનું રક્ષણ કરવું જોઈએ.૯ નિશીથગૃણિ ગાથા૩૩૧૦ માં ગ્રંથકાર ત્યાં સુધી જણાવે છે કે કોઈ દેવદ્રવ્ય રાજાને આધીન હોય અને ઘણા પ્રયત્ન કર્યા છતાં શ્રાવકેથી તેને ઉપાય ન થતું હોય તે મુનિ આતાપના વિગેરે ઉગ્ર તપકષ્ટથી પણ તેની રક્ષા કરવાને પ્રયત્ન કરે, તથા તેજ ગ્રંથમાં બીજે ઠેકાણે શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે દેવદ્રવ્યને પ્રત્યેનીક જેનાથી ધર્મની પ્રાપ્તિ ન થાય તેવા દર્શન મેહનીય-મિથ્યાત્વને જીવ ઉપાર્જન કરે છે, અર્થાત દેવદ્રવ્યની ભક્ષણબુદ્ધિ કે હરવાની ઈચ્છા જેનામાં થાય તેનામાં ધર્મ સંભવેજ કયાંથી? આગમગ્રંથ ઉપરાંત સુવિહિત પૂર્વાચાર્યોના અનેક ગ્રંથમાં દેવદ્રવ્યનું રક્ષણ અને વૃદ્ધિ કરનારને અનેક લાભ અને ફળ ગણાવ્યાં છે, તેમજ તેનું હરણ કરનાર કે હાનિ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy