SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ [ શ્રાદ્ધવિધિ નારનું સમક્તિ નાશ થાય છે, અને તે અનંત સંસારી થાય છે. માટે ધીર પુરૂષો પ્રાણત્યાગ થાય તાપણું ઉત્સૂત્ર વચન ખેલતા નથી. તીર્થંકર ભગવાન, ગણુધર, પ્રવચન, શ્રુત, આચાય અથવા ખીજા કાઈ મહદ્ધિક સાધુ વિગેરેની આશાતના કરનારા જીવ અનંતસંસારી થાય છે.’ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના અધિકાર દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય સાધારણુદ્રવ્ય અને વજ્ર પાત્રાદિ ગુરૂદ્રવ્યને નાશ કરે, અથવા નાશ થતા હાય તેા તેની ઉપેક્ષા વગેરે કરે, તેા મ્હોટી આશાતના લાગે છે. કહ્યું છે કે—ચૈત્યદ્રવ્યના નાશ કરવા, ચારિત્રીયા મુનિરાજના ઘાત કરવા, પ્રવચનને ઉડ્ડાહ કરવા અને સાધ્વીના ચતુર્થાંવ્રતના ભંગ કરવા એટલાં વાનાં કરનારા સમિતના લાભરૂપ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકે છે. (ઇડાં વિનાશ શબ્દથી ચૈત્યદ્રવ્યનું ભક્ષણ અને ઉપેક્ષા કર્યાનું સમજવું.) શ્રાવકદિનનૃત્ય, અને દર્શન-શુદ્ધિ ઇત્યાદિ ગ્રંથમાં કહ્યું છે કે· જે મૂઢમતિ શ્રાવક ચૈત્યદ્રવ્યના અથવા સાધારણ દ્રવ્યના ભક્ષણાદિકથી વિનાશ કરે છે, તે ધર્મતત્ત્વને જાણતા નથી અથવા તેણે પૂર્વભવનું નરકગતિનું આયુષ્ય બાંધેલું છે (ચૈત્યદ્રવ્ય પ્રસિદ્ધ છે. તેમજ શ્રાવકેાએ પુસ્તક લખાવવાં, નિર્ધન અનાથ શ્રાવકાને સહાય કરવી. ઈત્યાદિ સાધારણ ધર્માંકૃત્ય કરવા માટે આપેલું દ્રવ્ય, તે સાધારણ દ્રવ્ય જાણવું. ) કાષ્ઠ, પાષાણુ, ઈંટ, નળીયાં વગેરે નવાં લાવેલાં અને મંદિરના કામમાં વાપરી પાછી ઉખાડી નાંખેલી ઈંટા, લાકડાં, પત્થર આદિ વસ્તુ એવા બે પ્રકારના ચૈત્યદ્રવ્યને નાશ થતા હોય, અને જો તેની સાધુ ઉપેક્ષા કરે તે તેને પણ સિદ્ધાંતમાં તીર્થંકરાર્દિકે ૨૧ દેવદ્રવ્યના ઉપયોગ દેવમંદિરના કાયમાંજ થાય તેના આધારા, ધમ એ ચિત્તશુદ્ધિ ઉપર અવલ એ છે અને આ ચિત્ત શુદ્ધિના ત્યાગ, જ્ઞાન, ભક્તિ, સેવા પરાપકાર, તપસ્યા વિગેરે અનેક માર્ગ છે. આ માર્ગોમાંથી જેની જે રૂચિ હોય તે માને તે તે માણસ ગ્રહણ કરે છે. પણ આ બધા માર્ગો જેણે પૂર્ણ ચિત્તશુદ્ધિ કરી સપૂર્ણુતા સાધી છે તે વીતરાગ પરમાત્માને દેવને સમજી તેમના માને અનુસરી સ્વશ્રેય સાધવા માટે હાય છે. આ દેવને સમજવા કેાઈ તત્ત્વજ્ઞાન તપસ્યા વિગેરેના આશ્રય લે છે, તેમ કાઈ માણસા તેમની પ્રત્યે દઢશ્રદ્ધા કેળવવા દ્વારા દેવમાં એકમેકતા પ્રાપ્ત કરવા પૂજા ભક્તિ અને પટુ પાસનાનામા ગ્રહણ કરે છે. અને તેથી તેમની ઉપાસના અને ભક્તિના આલ અને તે દેવમંઢીરા છે અને તેમાં જે આવે તે દેવદ્રવ્ય કહેવાય છે. જૈન શાસનમાં દેવમંદીર પ્રતિમા કે ભગવતને ઉદ્દેશીને પૂજકની બુદ્ધિએ કલ્પેલું તથા દેવમ ંદિરની વસ્તુઓને ૧ સાધપ્રકરણમાં દેવદ્રવ્ય કહેવામાં આવેલ છે. આ દેવદ્રવ્ય જિનેશ્વર ભગવાનની ભક્તિ અને ઉપાસના બુદ્ધિથી એક કે ઘણી એકઠું થાય છે. અને તે એકઠું થએલું દ્રવ્ય દેવમંદિરનાજ કાર્યોંમાં વ્યક્તિઓ દ્વારા વપરાય છે તેમ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy