SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આશાતનાને ત્યાગ કરવે. ] ૧૦૭ રીને સમય થયે છે.” વગેરે વચન કહી પર્ષદાને ભંગ કર, ૨૯ પર્ષદા ઉઠે ત્યારે પિતાની ચતુરાઈ જણાવવાને અર્થે ગુરૂએ કહેલીજ કથા વિશેષ વિસ્તારથી કહેવી, ૩૦ ગુરૂની શય્યા, આસન, સંથારે વગેરે વસ્તુને પગ લગાડે, ૩૧ ગુરૂની શય્યા વગેરે ઉપર બેસવું, ૩ર ગુરૂ કરતાં ઉંચે આસને બેસવું, ૩૩ ગુરૂના સમાન આસને બેસવું. આવશ્યકચૂર્ણિ આદિ ગ્રંથમાં તે ગુરૂ ધર્મકથા કહેતા હોય, ત્યારે વચ્ચે “હાજી, આ એમજ છે” એમ શિષ્ય કહે છે તે એક જૂદી આશાતના ગણી છે, અને ગુરૂથી ઉચે અથવા સરખે આસને બેસવું એ બન્ને મળી એકજ આશાતના ગણે છે. આ રીતે ગુરૂની તેત્રીશ આશાતનાઓ છે. હવે ગુરૂની ત્રિવિધ આશાતના ગણાય છે, તે આ રીતે છે–૧ ગુરૂને શિષ્યના પગ આદિથી સંઘટ્ટ થાય તે જઘન્ય આશાતના થાય, ૨ ગુરૂને શિષ્યના સળેખમ, ચૂંક આદિને સ્પર્શ થાય તે મધ્યમ આશાતના થાય, અને ૩ ગુરૂની આજ્ઞા ન પાળવી, પણ તેથી ઉલટું કરવું, ગુરૂની આજ્ઞા ન સાંભળવી, તથા કઠેર વચન બેલવાં વગેરેથી ઉત્કૃષ્ટ આશાતના થાય છે. સ્થાપનાચાર્યજીની આશાતના ત્રણ પ્રકારની છે. આ રીતે છે–૧ સ્થાપનાચાર્યજીને આમ તેમ ફેરવે, અથવા પગ આદિ લગાડે તે જઘન્ય આશાતના થાય, ૨ ભૂમી ઉપર પાડે અથવા તિરસ્કારથી મૂકી દે તે મધ્યમ આશાતના થાય અને ૩. ગુમાવે અથવા ભાગી નાખે તે તેથી ઉત્કૃષ્ટ આશાતના થાય. દર્શન અને ચારિત્રના ઉપકરણની પણ આશાતના વર્જવી.-જ્ઞાનેપકરણની પેઠે રહરણ, મુહપત્તિ, દાંડે, દાંડી, આદિ દર્શનનાં અને ચારિત્રનાં ઉપકરણની પણ આશાતના વર્જવી. કારણકે, “ નામ” એવા વચનથી જ્ઞાનેપકરણની પેઠે દર્શનેપકરણની અને ચારિત્રેપકરણની પણ ગુરૂને સ્થાનકે સ્થાપના થાય છે, માટે વિધિથી વાપરવા કરતાં વધારે વાપરી તેની આશાતના ન કરવી. શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે–પિતાનું. આસન, ઉત્તરાસંગ, રજોહરણ અથવા દાંડે અવિધિથી વાપરે તે, એક ઉપવાસનું આલયણ આવે છે. માટે શ્રાવકે એ પણ ચરવળો મુહપત્તિ વગેરે ઉપગરણ વિધિથી વાપરવાં, અને બરાબર પિતા પોતાને સ્થાનકે રાખવાં. એમ ન કરે તે ધર્મની અવજ્ઞા આદિ ક્યને દોષ લાગે છે. ઉત્સવ વચન અને ગુરૂની અવજ્ઞા એ સાથી ઉત્કૃષ્ટ આશાતના છે, આ આશાતનાઓમાં ઉત્સુત્ર વચન, અને અરિહંતની અથવા ગુરૂ આદિની અવજ્ઞા વગેરે ઉત્કૃષ્ટ, આશાતના છે સાવદ્ય આચાર્ય, મરીચિ, જમાલિ અને કૂલવાલક આદિને જેમ અનંતસંસાર કરનારી થઈ, તેમ અનંતસંસારની કરનારી જાણવી. કહ્યું છે કે –“ઉત્સુત્ર વચન બેલ જ સાવદ્ય આચાર્ય, મરીચિ અને જમાલિ વગેરે ઉસૂવ બાલનારા છે અને કુલવાલક ગુરૂની અવજ્ઞા કરનાર છે. આથી તેઓ ઉત્કૃષ્ટ આશાતના કરનારા છે. . . . ..
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy