________________
૧૦૪
[ શ્રાદ્ધવિધિ
આભૂષણ વગેરેથી શાભા કરવી, ૨૦ છત્ર ધારણ કરવું', ૨૧ ખડ્ગ ધારણ કરવુ, ૨૨ મુકુટ ધારણ કરવા, ૨૩ ચામર ધારણ કરવા, ૨૪ લાંઘવા બેસવું. ૨૫ સ્ત્રીઓની સાથે વિકાર સહિત હાસ્ય આદિ કરવું, ૨૬ વિટ ( જાર) પુરૂષોની સાથે પ્રસંગ કરવા, ૨૭ પૂજાને અવસરે મુખકેશ ન કરવા. ૨૮ પૂજાને અવસરે શરીર તથા વસ્ત્ર મલિન રાખવાં, ૨૯ પૂજાને અવસરે મનની એકાગ્રતા ન કરવી, ૩૦ સચિત્ત દ્રવ્યના બહાર ત્યાગ ન કરવા, ૩૧ હાર, મુદ્રિકા આદિ અચિત્ત વસ્તુના ત્યાગ કરવા, ૩૨ એકસાડી ઉત્તરાસંગ ન કરવું, ૮૩૩ જિનપ્રતિમાનું દન થએ અંજલિ ન કરવી, ૩૪ છતી શક્તિએ જિન પૂજા ન કરવી, ૩૫ ખરાબ ફૂલ આદિ વસ્તુથી પૂજા કરવી, ૩૬ પૂજાદિકને વિષે ઘણા આદરથી પ્રવૃત્તિ ન કરવી, ૩૭ જિનપ્રતિમાના શત્રુનુ' નિવારણ ન કરવુ, ૩૮ ચૈત્યદ્રવ્યની ઉપેક્ષા કરવી, ૩૯ શરીરમાં શક્તિ, છતાં ગાડી પ્રમુખ વાહનમાં બેસી જિનમ ંદિરે આવવું, ૪૦ વડીલની પહેલાં ચૈત્યવંદનાદિક મેલવું, એ રીતે જિનમંદિરમાં મધ્યમથી ચાલીશ આશાતના જાણુવી.
૧ મદિરમાં ખેલ શ્લેષ્મ (નાસિકા દ્વારા લીંટ આદિ મળ) નાંખવા. ૨ દ્યુતક્રીડા આદિ રવું, ૩ કલહ કરવા, ૪ ધનુર્વેદાદિ કલા પ્રગટ કરવી, ૫ કોગળા કરવા, ૬ પાન સાપારી ખાવી, છ તાંબૂલના કૂચા આદિ નાખવાં, ૮ ગાળા દેવી, ૯ લઘુનીતિ તથા વડીનીતિ વગેરે કરવુ, ૧૦ શરીર ધેાવુ, ૧૧ કેશ સમારવા ૧૨ નખ સમારવા, ૧૩ લાહી આદિ નાંખવાં, ૧૪ શેકેલાં ધાન્ય, સુખડી આદિ ખાવાં, ૧૫ ગડ ગૂમડાં વગેરેની ચામડી નાંખવી, ૧૬ પિત્તનું ઔષધાદિકથી વમન કરવુ, ૧૭ ઔષધાદિકથી અન્નાદિકનું વમન કરવુ, ૧૮ ઔષધાદિકથી પડેલા દાંત નાંખવા, ૧૯ પગ વગેરે ચપાવવા, ૨૦ હાથી, ઘેાડા આદિ પશુઓને બંધાવવાં ૨૧ દાંતનેા, ૨૨ આંખના, ૨૩ નખના, ૨૪ ગાલનેા, ૨૫ નાસિકાનેા, ૨૬ મસ્તકના ૨૭ કાનના, અથવા ૨૮ ચામડીને મળ જિનમંદિરમાં નાંખવા, ૨૯ જારણુ મારણ ઉચ્ચાટનના મંત્રઅથવા રાજકાય વગેરેની મસલતા કરવી, ૩૦ પેાતાના ઘરના વિવાહ આદિ કૃત્યમાં ભેગા થવાનું નક્કી કરવા માટે વૃદ્ધ પુરૂષોને મદિરે ભેગા કરી બેસાડવા, ૩૧ લેખાં લખવાં, ૩૨ ધન આદિની વહેંચણ કરવી, ૩૩ પેાતાના દ્રવ્ય ભંડાર ત્યાં સ્થાપન કરવા, ૩૪ પગ ઉપર પગ ચઢાવીને અથવા અવિનય થાય એવી કોઈ પણ રીતે બેસવુ, ૩૫ છાણાં, ૩૬ વસ્ત્ર, ૩૭ દાળ, ૩૮ પાપડ, ૩૯ વડી કેરાં, તથા ચીભડાં, આદિ વસ્તુ જિનમંદિરે સૂકવવા માટે તડકા વગેરેમાં રાખવી, ૪૦ રાજાદિકના ઋણુ આદિના ભયથી ગભારા વગેરેમાં સંતાઇ રહેવું ૪૧ સ્ત્રી, પુત્ર વગેરેના વિયેાગથી રૂદન આક્રંદ કરવું, ૪૨ સ્ત્રી, ભેાજનાર્દિક અન્ન, રાજા અને દેશ એ ચાર સંબંધી વિથા કરવી. ૪૩ ખાણુ તથા ધનુષ્ય, આદિ શસ્ર ઘડવાં, ૪૪ ગાય, ખળદ વગેરે જાનવાને ત્યાં રાખવાં, ૪૫ શીતના ઉપદ્રવ દૂર કરવા માટે અગ્નિને સેવવા, ૪૬ અન્નાદિક રાંધવું ૪૭ નાણું વગેરે પરખવું, ૪૮ યથાવિધિ નિસિહી ન કરવી, ૪૯ છત્ર, ૫૦ પગરખાં, ૫૧ શસ્ત્ર તથા પર ચામર એ ચાર વસ્તુ મદિરથી મહાર ન મૂકવી, ૫૩ મનની એકાગ્રતા