SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ [ શ્રાદ્ધવિધિ ભેટશું મૂક્યું. ત્યારે ચારણ મુનિએ કહ્યું કે, “જો તારતમ્યતાથી કઈ પણ મનુષ્યને વિષે ઉત્કૃષ્ટપણું આવતું હોય તે તેને છેડે અરિહંતને વિષેજ આવ ગ્ય છે. કારણકે, અરિહંત ત્રણે લેકમાં પૂજ્ય છે. માટે ત્રણ જગતમાં ઉત્તમ એવા અરિહંતનેજ આ કમળ તારે ધારણ કરવું ઉચિત છે. આલોક અને પરલોકે વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક કામધેનુ સમાન છે.” ભદ્રક સ્વભાવને ધન્ય, ચારણ મુનિના વચનથી હર્ષ પામે, અને પવિત્ર થઈ જિનમંદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવાનને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું. તે કમળથી ભગવાન નું મસ્તક જેમ મુકુટ પહેરાવવાથી શુભે, તેમ શોભવા લાગ્યું. તેથી ધન્યના મનમાં ઘણો જ આનંદ ઉત્પન્ન થયો. પછી તે ધન્ય સ્વસ્થ મન કરી ક્ષણ માત્ર શભ ભાવના ભાવવા લાગ્યો, એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં કલ વેચવા આવી ત્યારે ધન્ય અરિહંતને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જેવામાં આવ્યું. તેમણે પણ તે શુભ કર્મની અનુમોદના દઈ એક એક ઉત્કૃષ્ટ ફૂલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું. ઠીકજ છે કે શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કેઈને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબંધી કાંઈ કાર્ય કરવું, ઈત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને જ કરવાની હોય છે. ત્યારબાદ હર્ષથી પોતાના જીવનને ધન્ય માનતે ધન્ય અને તે ચાર કન્યાઓ પિતાપિતાને ઘેર ગયાં. કૃપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેષ્ઠી અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવકધર્મ આદર્યો, અને અનુક્રમે તેઓ સૌધર્મ દેવલેકે ગયા. ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સૌધર્મ દેવકે મહદ્ધિક દેવતા થયે; અને તે ચારે માળીની કન્યાઓ તેની (ધન્યની) મિત્રદેવતા થઈ કપ રાજાને જીવ દેવલોકથી ચ્યવી ગગનવલ્લભ નગરમાં ચિત્રગતિ નામે વિદ્યાધર રાજા થયો. મંત્રીને જીવ દેવલેકથી ચ્યવી ચિત્રગતિ વિદ્યાધરને પુત્ર થયો. અને તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ યૌવન અવસ્થામાં રાજ્યના લેભથી બાપને મારી નાંખવા માટે ગુપ્ત વિચાર કર્યો. પરંતુ ગેત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગતિને કહ્યો. ચિત્રગતિ તેજ સમયે ઉજ્વલ વૈરાગ્યે પાયે, અને વિચાર કરવા લાગે કે, “મેં પૂર્વભવે પુણ્ય ઉપામ્યું નહિં, તેથી પિતાનાજ પુત્રથી પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાને પ્રસંગ આવે, તે હજી પણ હું ચેતી જાઉં.” એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તેજ વખતે પંચમુષ્ટિ લેચ કર્યો. દેવતાઓએ આવી સાધુને વેષ આપે. ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યા. પછી પશ્ચાતાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા, અને ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણી વિનંતિ કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની, તે સર્વ કહી પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કર્યો. અને છેવટે તે ચિત્રગતિ મુનિરાજને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. (ચિત્રગતિ મુનિ રાજાને કહે છે કે, હવે વસુમિત્રને જીવ દેવકથી ચ્યવીને તે રાજા થયે, અને સુમિત્રને જીવ ચ્યવીને હારી પ્રીતિમતી નામે રાણી થયે. એ રીતે તમારી
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy