SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ નિયુકત કરાયેલ હતેા. તેને જિનેશ્વરદેવ સિત્રાય દેવ નડાતા, હરિભદ્રસૂરિ સિવાય ગુરૂ નહેાતા. અને સિદ્ધરાજ સિવાય રાજા નહેાતા, આ સામને સીતા નામે ગૃહિણી હતી, તેનાથી તેને અધરાજ નામે પુત્ર થયા. અધરાજ વ્યાપાર પ્રધાન જીગત જીવનાર હેાવાથી ઘણું ધન કમાયા. અશ્વરાજ ઇંડપતિ આબુ શેઠની પુત્રી કુમારદેવીને પરણ્યા. અશ્વરાજ જતે દીવસે તેને રાજાએ આપેલ સંહણાકપુરમાં ( કંથરાવી પાસે ‘ સુર્ણાક' ગામ જે હાલ ઠાકરડાઓનું ગામડું છે તે) રહ્યો. અશ્વરાજને કુમારદેવીથી લાવણ્યાંગ, મલદેવ, વસ્તુ પાળ ( વસ્તિત્ર ) અને તેજપાળ નામના ચાર પુત્રા તથા જાહામા, માઉ, સાઉ, ધનદેવી, સાહગા, વયનુકા, અને પરમણદેવી નામે સાત પુત્રીઓ થઈ. અશ્વ રાજ પાતાના કબીલો નાની વયમાં મુકી મૃત્યુ પામ્યા. આથી કુમારદેવી પેાતાના પરિવારને લઈ પાટણથી નીકળી મંડલીમાં ( માંડલમાં ) રહેવા લાગી. અશ્વરાજના પ્રથમ પુત્ર લુણિગ બાલ્યાવસ્થામાં મૃત્યુ પામ્યા. ખીન્ને પુત્ર મદ્યદેવ લીલાદેવી અને પ્રતાપદેવી નામે બે સ્ત્રીને પરણ્યા હતા. લીલાદેવીથી મલદેવને પૂણસિંહ નામે પુત્ર થયા. આ પૂર્ણસિહ અહ્વણુા નામે સ્ત્રીને પરણ્યા અને તેને પેથડ નામે પુત્ર થયા. જે આબુની પ્રતિષ્ઠા વખતે હાજર હતેાં, અશ્વરાજનેા આ બીજો પુત્ર મલ્લદેવ પણ ચુવાવસ્થામાં પ્રવેશ કરતાંજ મૃત્યુ પામ્યા. આથી અશ્વરાજના પરિવારમાં માત્ર વસ્તુપાળ અને તેજપાળ એ પુત્રા અને દીકરીએ રહી. ઉંમર લાયક થતાં વસ્તુપાળ અને તેજપાળ પાટણના રાજા ભીમદેવની સેવામાં રહ્યા. (ભીમદેવ જો કે પાટણના રાજા હતા તે પણ તે માત્ર નામના હતા કારણકે પાટણમાં ખરેખરૂ વર્ચસ્વ તે તે વખતે કુમારપાળ ાજાના માસીના પુત્ર અÎરાજમા પુત્ર લવણુપ્રસાદનું હતું. અ લવણુપ્રસાદના યુવરાજ વીરધવળ ધેાળકામાં શાસન ચલાવતા હતા. અર્થાત્ આ અરસામાં લવણુપ્રસાદ અને વીરધવળનીજ ગુજરાતમાં હાક વાગતી હતી. છતાં તે પાટણના રાજાઓને વફાદાર હતા.) આ બન્ને ખાંધવાને કુશળ અને તેજસ્વી દેખી ધાળકાના વીરધવળે ભીમદેવ પાસે તેની માગણી કરી. ભીમે તે એ માંધવા વીરધવળને સાંખ્યા. આથી તે અને ધાળકા જઇ રહ્યા. સમયજતાં વીરધવળે વસ્તુપાળ તેજપાળને મંત્રીપદે સ્થાપ્યા. મંત્રી પદ લેતાં વસ્તુપાળે વીરધવળની સાથે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ‘રાજન ! આ કળિ યુગના સમય છે. આજે સ્વામિભકત સેવકે વિરલા મળે છે અને કદરદાન સ્વામી પણ વિરલ હાય છે. આજે અમારી પાસે ત્રણ લાખ રૂપીયા છે. અમે તમારી ભક્તિથી સેવા કરીશું. પણ કાઈ કાળે આપની *ફા મરજી થાય તા તમારે અમાને અત્યારનું અમારૂં દ્રવ્ય લઈ જવા દેવું. હું આપની ધનના કારણે સેવા કરવા નથી માગતા. પણ આપ દુષ્ટોનું મન કરી ન્યાયનું આલંબન કરી ધમ પરાયણ રહી ધિરત્રીના ઉદ્ધાર કરવા * કુમારદેવી વિધવા હતી આમ જે કેટલાક કહે છે તે સત્ય નથી. કારણકે પ્રાચીન ગ્રંથકારી તે વાત જણાવતા નથી. ૩
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy