SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ નામે એ શિષ્ય હતા. આ જગચ્ચદ્રસૂરિ પછી ૪૫મી પાટે દેવેન્દ્રસૂર થયા. આ. દેવેન્દ્રસૂરિએ ઉજ્જયિનીના શ્રેષ્ઠિ જિનભદ્રના પુત્ર વીરધવળને વિ.સ. ૧૩૦૨ની સાલમાં દીક્ષા આપી અને તેનું નામ વિદ્યાનંદ પાયું. આ પછી તેમણે વીરધવળના ભાઈ ભીમસિંહને પણ દીક્ષા આપી અને તેનુ નામ ધમકીતિ' પાડયું. આ વિદ્યાનંદને આ. શ્રી દેવેન્દ્રસૂરિએ પાલણપુરમાં વિ. સં. ૧૩૨૩ની સાલમાં આચાર્ય પદવી આપી અને ધમકીર્તિને ઉપાધ્યાયપદ આપ્યું. પરંતુ દેવની ગતિ ન્યારી છે. તે મુજબ આચાર્ય પદ પામ્યા પછી ફકત તેર દીવસે વિદ્યાનંદસૂરિ સ્વર્ગે સિધાવ્યા. આ. પછી આ દેવેન્દ્રસૂરિએ પોતાની પાટે ધમકીતિ ઉપાધ્યાયને ધમઘાષસૂરિ નામ રાખી આચાર્ય પદવી આપી. આ દેવેન્દ્રસૂરિએ ૧ શ્રાદ્ધદિન કૃત્ય સૂત્ર–વૃત્તિ, ૨ પાંચ કર્મ ગ્રંથ સવૃત્તિ ૩ સિદ્ધ પંચાશિકા ૪ ધČરત્ન પ્રકરણ વૃત્તિ વિગેરે અનેક ગ્રંથા બનાવ્યા છે જેમાંના બધા જ ઉપલબ્ધ છે. આ દેવેન્દ્રસૂરિ વિ સ. ૧૩૨૭માં માળવામાં સ્વગૅ સિધાવ્યા. આચાય ધ્રુવેન્દ્રસૂરિના વખતમાં લંઘુશાલિક અને વૃદ્ધશાલિક એવી એ શાખાઓ થઇ. વૃદ્ધશાલિક શાખાના અગ્રેસર વિજયચદ્રસૂરિ થયા. અને લઘુશાલિક શાખાના અગ્રેસર દેવેન્દ્રસૂરિ થયા જો કે આ વિજયચંદ્રસૂરિને ગુરૂશ્રી જગચ્ચદ્રસૂરિએ પેાતાની હયાતિમાંજ જુદા પાડયા હતા. ભાચાય વિજયચન્દ્રસુરિ આ વિજયચન્દ્રસૂરિ પૂર્વ અવસ્થામાં મંત્રી વસ્તુપાળના નામાદાર હતા. અને ખંભાતના રહીશ હતા. મેવાડમાંથી જગચ્ચંદ્રસૂરિ જ્યારે ગુજરાતમાં પધાર્યો ત્યારે વસ્તુપાળ મંત્રીએ તેમનુ ખુબ ખુબ સન્માન કર્યું. આ પ્રસગે તેમના ઉપદેશથી મંત્રીના નામાદારે દીક્ષા લીધી. ઘેાડાજ વખતમાં તે શાસ્ત્ર નિપુણ અન્યા. આચાર્ય જગચ્ચદ્રસૂરિએ દેવેન્દ્રસૂરિ પછી તેમને આચાય પદસ્થિત કર્યો; આ આચાર્યપદ મહાત્સવ મંત્રીશ્વર વસ્તુપાળે ખુબ દબદબાપૂર્વક કર્યાં હતા. દેવેન્દ્રસૂરિએ શ્રાદ્ધદિન કૃત્ય ગ્રંથ લખ્યા તેમાં શેાધકતરીકે આચાય વિચચદ્રસૂરિનું નામ આપ્યું છે. પણ પછીથી તે શિથિલાચારી બન્યા લાગે છે. આ વિજયચંદ્રસૂરિને વસેન, પદ્મચંદ્ર અને ક્ષેમકીર્તિ વિગેરે શિષ્ય થયા. આ ક્ષેમકીર્તિએ બૃહત્કલ્પ ઉપર વૃત્તિ રચી છે. આચાય જગચંદ્રસૂરિ અને આ દેવેન્દ્રસૂરિના સમય દરમિયાન જૈન શાસનને ઉજ્વળ કરનાર વસ્તુપાળ તેજપાળ મંત્રીના સમય છે. આ બન્ને ખાંધવાએ આ મને આચાર્યાંના સમયમાં ઘણાં ઘણાં ઉજ્જળ કુત્ચા કર્યાં છે. તેથી તેમના ટુંક પરિચય અહિં આપીએ છીએ. મંત્રી વસ્તુપાળ અને તેજપાળ, વસ્તુપાળ તેજપાળના પૂર્વજ ચંડપ મૂળ અણુહિલપુર પાટણના વતની હતા. આ ચડપને શૂર અને સામ નામે બે પુત્ર થયા. સામ સિદ્ધરાજના રત્નભંડારી તરીકે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy